સુરતમાંથી ૧.૭૫ કરોડનાં પોશડોડાના જથ્થા સાથે બે રાજસ્થાની પકડાયા
સુરત, સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લાે સ્ક્વોડે કડોદરામાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ટ્રકની કેબિનમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ૧૦૩૪.૪૩૫ કિલોગ્રામ પોસડોડાનો જથ્થો જપ્ત કર્યાે છે.
આ કાર્યવાહીમાં આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે અને કુલ ¹ ૧.૭૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી છે.
કડોદરા ચાર રસ્તા પાસે ટ‹નગ પોઈન્ટ કોમ્પ્લેક્સ સામે સર્વિસ રોડ પર એલસીબી ટીમે કન્ટેનર ટ્રકને આંતરી હતી. પ્રાથમિક દૃષ્ટિએ ખાલી દેખાતી આ ટ્રકની ઝીણવટભરી તપાસ કરતા પોલીસને ચોરખાનું મળ્યું હતું. આ ચોરખાનામાંથી ¹ ૧,૫૫,૧૬,૫૨૫ ની કિંમતનો ૧૦૩૪.૪૩૫ કિલોગ્રામ પોસડોડા(અફીણના ડોડા)નો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળના કહેવા પ્રમાણે બે આરોપીની ધરપકડ કરી છે, જેમાં શ્રવણકુમાર હનુમાનરામ બિશ્નોઈ (ઉંમર ૩૦, રહે. ચંદનપુરા, જોધપુર, રાજસ્થાન) જે ટ્રકનો ડ્રાઈવર હતો, અને વિક્રમ ઓમપ્રકાશ ગોદારા (ઉંમર ૨૦, રહે. જેસલમેર, રાજસ્થાન) જે ક્લીનર હતો, તેમનો સમાવેશ થાય છે.
આ માદક પદાર્થનો જથ્થો ભરાવનાર રાજસ્થાનના વિકાસ બિશ્નોઈ અને મધ્યપ્રદેશના એક અજાણ્યા શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. તેમને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનો મોટો જથ્થો મધ્યપ્રદેશના મંદસૌરથી ભરીને ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હતો.
ડ્રગ્સ માફિયાઓ પોલીસની નજરથી બચવા માટે ખાસ ડિઝાઇન કરેલા કન્ટેનરનો ઉપયોગ કરતા હતા, પરંતુ એલસીબીની સચોટ બાતમીએ આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યાે છે.આ સફળ ઓપરેશનમાં એલસીબીની ટીમ સાથે પેરોલ ફર્લાે સ્ક્વોડના એમ.આર. શકોરિયા, એલ.જે. રાઠોડ અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. કડોદરા પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સના આ કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.SS1MS
