૫૮૦ કીલો ગાંજા સાથે ઝડપાયેલાં ૪ આરોપીઓને ૧૫ વર્ષની કેદ
વડોદરા, અમદાવાદની એનસીબીની ટીમે સાડા સાત વર્ષ પહેલાં ૧૪મી જૂન ૨૦૧૮માં ભરૂચમાંથી ૫૮૦ કિલો ગાંજો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. જેમાં ઝડપાયેલાં ૪ અરોપીઓ વિરૂદ્ધ નાર્કાેટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોપીક સબ્સ્ટેન્સીસના ગુનાનો કેસ ભરૂચ જિલ્લાના પાંચમાં એડી. ડી. એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં અદાલતે ચારેય આરોપીઓને ૧૫ વર્ષની સખત કેદની તેમજ ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યાે છે.
ભરૂચમાં વર્ષ ૨૦૧૮માં ૧૪મી જૂનના રોજ અમદાવાદની નાર્કાેટીકસ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે નેશનલ હાઈવે પર નર્મદા હોટલ પાસેથી ગાંજો ભરેલી એક ટ્રક ઝડપી પાડી હતી. અમદાવાદની રેવેન્યુ ઈન્ટેલીજન્સના સુપ્રિટેન્ડન્ટ અને ડાયરેક્ટર હરેશકુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઈન્ટેલીજન્સ ઓફિસર રાકેશ દાતણીયાને એનડીપીએસની કાર્યવાહી અંગે સુચના આપતાં ટીમે ભરૂચ નેશનલ હાઈવે પર નર્મદા હોટલ પર વોચ ગોઠવી હતી.
દરમિયાનમાં બાતમી મુજબની એક ટ્રક ત્યા આવી ઉભી રહી હતી. જે બાદ એક એક્ટિવા પર બે જણાએ ત્યાં આવી ડ્રાઈવર સાથે વાતચીત કરી રહ્યાં હતાં. તે વેળા ટીમે તેમને ઝડપી પાડતાં ડ્રાઈવરનું નામ પ્રમોદકુમાર, કંડક્ટરનું નામ શિશુપાલ તેમજ એક્ટિવા પર આવેલાં શખ્સોના નામ મનિષ તેમજ કમલ સામલ હોવાનું માલુમ પડયું હતું ટીમે તમામ મુદ્દામાલ લઈને સર્કિટ હાઉસ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા દિવસે સવાર સુધી ચાલેલી કાર્યવાહી દરમિયાન કાજલ નામની મહિલા ગાંજાની ડિળિવરી લેવા આવી હતી. તેણે કમલ સામળના ફોન પર રીંગ કરતાં ટીમે સ્પિકર પર તેની વાત કરાવતાં અમદાવાદનો રાજૂએ વાત કરતાં તેને ચોક્કસ સ્થળ પર બોલાવી હતી. જોકે, વરના કારમાં આવેલો રાજુ ટીમને જોઈ ભાગી ગયો હતો. જોકે, કારમાં બેસેલી કાજર ઝડપાઈ ગઈ હતી. તમામ સામે ગુનો નોંધી ૫૮૦ કિલો ગાંજાની હેરાફેરી અને વેચાણ કરવા સબબની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
મામાલમાં કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ પરેશ પંડયાએ રજૂ કરેલી દલીલો તેમજ વિવિધ ચુકાદાઓને વંચાણે લઈ આરોપીઓ પ્રમોદકુમાર પુરન્નસિંગ, શિશુપાલ ગુલાબસિંગ, મનિષ હરીશભાઈ તેમજ કમલ સામલને એનડીપીએસની કલમ ૮(સી), અને ૨૦બબી)(ૈંં) સાથે ૨૫ અને ૨૯ મુજબના ગુનામાં તમામને ૧૫ વર્ષની સજા તેમજ એકલાખનો દંડ ફટકાર્યાે હતો.SS1MS
