ગાંધીનગર સિવિલમાં વૃદ્ધાના ગળામાંથી ૪૦૦ ગ્રામ થાઈરોઈડની ગાંઠનું ઓપરેશન
પ્રતિકાત્મક
શ્વાસનળી અને ધોરી નસ વચ્ચેથી રસ્તો કાઢી તબીબોએ દર્દીને નવજીવન આપ્યું
ગાંધીનગર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાના ગળામાંથી ૪૦૦ ગ્રામ થાઈરોડની ગાંઠનુ સફળ ઓપરેશન કરી ઈએનટી વિભાગે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શ્વાસનળી અને ધોરી નસ વચ્ચેથી રસ્તો કાઢી તબીબોએ નવજીવન આપતા દર્દીના પરિવારમાં ખુશીની લહેર પ્રસરી હતી.
આશરે ૧પ દિવસ પહેલા ૬૦ વર્ષના મહિલા દર્દી ગળામાં મોટી ગાંઠની ફરિયાદ સાથે સિવિલની ઈએનટી ઓપીડીમાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ સીટી સ્કેન અને એફએનએસી જેવા રિપોટર્સ કરાવતા જણાયુ હતું કે, આ ગાંઠ થાઈરોઈડ ગ્રંથિની હતી અને તેમાં કેન્સર હોવાની પણ શક્યતા હતી.
ગાંઠનું કદ આશરે ૧ર૮૯ સેમી હતું અને વજન અંદાજે ૪૦૦ ગ્રામ હતું. ગાંઠ ગળાની ડાબુ બાજુની મુખ્ય નસો (ધોરી નસો) સાથે જોડાયેલી હતી, જેના કારણે શ્વાસનળી જમણી બાજુ ખસી ગઈ હતી અને દીવાલ પણ નબળી પડી ગઈ હતી.
રોગની વિગત તપાસ્યા પછી ઈએનટી વિભાગના ડો. યોગેશ ગજ્જર અને તેમની ટીમે દર્દીની સ્થિતિનું વિશ્લેષણ કરી ‘ટોટલ થાઈરોઈડકટમી’ કરવાનું નકકી કર્યું હતું. તા.૧૧ ફેબ્રુઆરીએ ડો. યોગેશ ગજ્જર અને વિઝિટિંગ કેન્સર સર્જન ડો. મોહિત કોરાટની ટીમ દ્વારા ૪-૩૦ કલાકના ઓપરેશન બાદ ગાંઠને સફળતાપૂર્વક દૂર કરી હતી.
શ્વાસનળી અત્યંત નબળી હોવાથી અને આકાર બદલાઈ ગયો હોવાથી દર્દીને બેભાન કરવા માટે ટયુબ નાખી એક મોટો પડકાર હતો. જોકે એનેસ્થેસિયા વિભાગના ડો. ધારાબેન અને ડો. વિશ્વાબેનની ટીમે ‘ફલેÂક્સબલ લેરીન્ગોસ્કોપ’ની મદદથી આ કાર્ય કુશળતાપૂર્વક પાર પાડયું હતું.
ઉલ્લેખનીય છે કે, આવી જોખમી સર્જરી ખાનગી હોસ્પિટલમા ંઆશરે ૧.પ થી ર લાખ રૂપિયાના ખર્ચે થતી હોય છે. પરંતુ સરકારની ઁસ્ત્નછરૂ યોજના અંતર્ગત આ ઓપરેશન સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવ્યું છે. હાલમાં દર્દીને નિરિક્ષણ હેઠળ આઈસીયુમાં રાખવામાં આવ્યા છે અને ગાંઠને વધુ તપાસ માટે પેથોલોજી વિભાગમાં મોકલવામાં આવી છે.
