Western Times News

Gujarati News

સ્પેસ ટેકનોલોજીની મદદથી પ્રાકૃતિક કૃષિ પર સંશોધન અંગે વિશેષ ભાર મુક્તા રાજ્યપાલ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું અમદાવાદ ઈસરો ખાતે યુવા વૈજ્ઞાનિકોને સંબોધન

ભારતના વૈજ્ઞાનિકોને આધુનિક યુગના યોગી સમાન ગણાવતા રાજ્યપાલશ્રી

અમદાવાદ કેન્દ્રના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પ્રવેશ દ્વારનું રાજ્યપાલશ્રીના હસ્તે ઉદ્દઘાટન

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અમદાવાદ ઈસરો – સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આયોજિત ડીપટેક ઈન્ડસ્ટ્રી કનેક્ટ 2026 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયન્સ કોમ્યુનિટીને સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકો આધુનિક યુગના યોગી સમાન છે. જેઓ તપઅનુશાસન અને એકાગ્રતાથી રાષ્ટ્રને અંતરીક્ષ ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. ભારતના અંતરીક્ષ વૈજ્ઞાનિકોની અથાગ મહેનતથી દેશે આજે સ્પેસ ટેકનોલોજીમાં અદ્દભૂત સિદ્ધિઓ હાંસલ કરી છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે સ્પેસ ટેકનોલોજી માત્ર સંશોધન પુરતી મર્યાદિત નથી પરંતુ તેમા સ્ટાર્ટઅપઈનોવેશનડેટા સર્વિસઉપગ્રહ આધારિત સેવાઓ અને ડિફેન્સ એપ્લિકેશન જેવા ક્ષેત્રોમાં રોકાણની વિશાળ તકો રહેલી છે. ખાનગીક્ષેત્ર અને ઉદ્યોગ સાહસિકો માટે સ્પેસ સેક્ટર ભાવિ વિકાસનું એક શક્તિશાળી માધ્યમ બની શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન ચાલી રહ્યુ છે

ત્યારે સ્પેસ ટેકનોલોજીની મદદથી પ્રાકૃતિક કૃષિનો વધુ વિકાસ થાય તેવા સંશોધનો પર વિશેષ ભાર આપવો જોઈએ. આ ઉપરાંત ઉપગ્રહ ડેટા દ્વારા જમીનનું વિશ્લેષણવેધર એનાલિસીસપાકની સ્થિતિનું મોનિટરીંગ શક્ય બન્યુ છે જે ખેડૂતોને વધુ સચોટ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન પુરુ પાડે છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કેટેકનોલોજી અને પરંપરાગત જ્ઞાનના સંકલનથી કૃષિ ક્ષેત્ર વધુ સશક્ત બની શકે છે.

યુવા વૈજ્ઞાનિકોને પ્રેરણા આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કેભારતનો યુવા વર્ગ સંશોધનઈનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ આવીને વિકસિત ભારત @ 2047ના વિઝનમાં સહભાગી થઈ શકે છે. આ પ્રસંગે રાજ્યપાલશ્રી હસ્તે અમદાવાદ ઈસરોસ્પેસ એપ્લિકેશન સેન્ટરના પ્રવેશ દ્વારાનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિયામક શ્રી નિલેશ દેસાઈએ દેશની સુરક્ષા માટેના ઓપરેશનમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરના અસરકારક ઉપયોગની મહત્તા વિશે જણાવ્યું હતુ. તેમજ અમદાવાદ કેન્દ્રની વિવિધ નવીન પહેલોસંશોધનો અને ભવિષ્યલક્ષી આયોજનોનો ચિતાર રજૂ કર્યો હતો.

કાર્યક્રમ દરમ્યાન રાજ્યપાલશ્રીએ ઇસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો તથા વિવિધ પ્રયોગશાળાઓસંશોધન એકમો અને ટેક્નોલોજી વિકાસ કેન્દ્રોની મુલાકાત લઈ ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.  આ પ્રસંગે જે.બી.એમ ગ્રુપના અધ્યક્ષ શ્રી એસ.કે. આર્ય તથા ચિરિપાલ ગ્રુપના પ્રમોટર શ્રી જ્યોતિપ્રસાદ ચિરીપાલ સહિત વૈજ્ઞાનિકોઅધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.