Western Times News

Gujarati News

પતિ-પત્નીના ઝઘડામાં ચેટ-કોલ રેકોર્ડિગ મહત્વના પુરાવા: હાઈકોર્ટ

રાયપુર, છત્તીસગઢ હાઈકોર્ટે પતિ-પત્નીના પરસ્પર ઝઘડા અને છૂટાછેડાના કેસોને લઈને એક મહત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, હવે લગ્નજીવનના વિવાદોમાં વોટ્‌સએપ ચેટ અને ફોન કોલ રેકો‹ડગનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે. હાઈકોર્ટના જસ્ટિસ સચિન સિંહ રાજપૂતની બેન્ચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું કે મોબાઈલનો ડેટા સત્ય સામે લાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

મીડિયા અહેવાલ અનુસાર, રાયપુરના એક દંપતીના મામલામાં પતિએ તેની પત્નીથી છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. પતિને શંકા હતી કે તેની પત્નીના અન્ય કોઈની સાથે સંબંધો છે અને આ સાબિત કરવા માટે તેણે કોર્ટમાં પત્નીની વોટ્‌સએપ ચેટ અને કોલ રેકો‹ડગ રજૂ કરવાની પરવાનગી માંગી હતી. પત્નીએ આનો વિરોધ કરતા કહ્યું કે પતિએ તેનો ફોન હેક કરીને આ બધું મેળવ્યું છે, જે તેની ‘પ્રાઈવસી’ના અધિકારનો ભંગ છે.

ત્યારબાદ જ્યારે ફેમિલી કોર્ટે પતિની વાત માની લીધી, ત્યારે પત્નીએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યાે હતો. હાઈકોર્ટે આ બાબતે અત્યંત વ્યાવહારિક વલણ અપનાવ્યું હતું.જસ્ટિસ સચિન સિંહ રાજપૂતે અનુચ્છેદ ૨૧ હેઠળ ‘રાઈટ-ટુ-પ્રાઇવસી’ના મહત્વને સ્વીકાર્યું, પરંતુ તેનો અર્થ એ નથી કે તેનો હવાલો આપીને જરૂરી પુરાવાઓને જ રોકી દેવામાં આવે. કોર્ટનું માનવું છે કે ‘નિષ્પક્ષ સુનાવણી’નો અધિકાર પણ એટલો જ જરૂરી છે.

જો સત્ય જાણવા માટે મોબાઈલના મેસેજ કે કોલ રેકો‹ડગ જરૂરી હોય, તો તેને માત્ર પ્રાઈવસીના નામે ફગાવી શકાય નહીં. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, કેસ ઉકેલવામાં મદદરૂપ થાય તેવી કોઈપણ વસ્તુને પુરાવા તરીકે સ્વીકારવાની ફેમિલી કોર્ટને સત્તા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.