Western Times News

Gujarati News

સ્પોટ્‌ર્સનું હિત જાળવવા જિલ્લા ક્રિકેટ એસો.માં પારદર્શિતા જરૂરીઃ સુપ્રીમ

નવી દિલ્હી, સ્પોટ્‌ર્સ ક્ષેત્રના ઉમદા હિતને જાળવવા માટે રાજ્ય ક્રિકેટ એસોસિએન્સે જિલ્લા એસોસિએશન્સમાં પ્રોફશનાલિઝમ, પારદર્શિતા અને સુધારા શરૂ કરવાની જરૂરિયાત હોવાની ટકોર સુપ્રીમ કોર્ટે કરી હતી.

ખેલાડીઓની પસંદગીથી માંડી કરારોના અમલ સુધીના તબક્કામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની બાબતનો સુધારામાં સમાવેશ કરવા સુપ્રીમ કોર્ટે સૂચન કર્યુ હતું. જસ્ટિસ પી એસ નરસિમ્હા અને અલોક અરાધેની બેંચે જણાવ્યું હતું કે, ડિસ્ટ્રિક્ટ એસોસિએશન્સ પ્રોફેશનલ અને પારદર્શક રહી રમતના હિતમાં કાર્ય કરી શકે તે માટે સુધારા કરવા સ્ટેટ એસોસિએશન્સને ભલામણ કરતાં સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, ડિસ્ટ્રિક્ટ એસોસિએશન્સમાં સ્વૈચ્છિક સુધારા હાથ ધરાય તો સુશાસન, રીફાઈન્ડ મેનેજમેન્ટ અને પારદર્શિતા વધવાની સાથે હિતોના ટકરાવમાં પણ ઘટાડો આવશે.

મદ્રાસ હાઈકોર્ટના મતદાન અને સભ્યપદ અધિકારો અંગે આપેલા આદેશને તિરુચિરાપલ્લી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યુ હતું કે, સભ્યપદ અને અપીલકર્તા એસોસિએશનની રચના સંબંધિત મુદ્દાઓ હાઈકોર્ટ અને વૈધાનિક સત્તા સમક્ષ પેન્ડિંગ હોવાથી, અમે માનીએ છીએ કે આવા પ્રશ્નો શક્ય તેટલી ઝડપથી ઉકેલવા જોઈએ. રાષ્ટ્રીય જીવન માટે સ્પોટ્‌ર્સના મહત્વને ઓળખવું જોઈએ. ભારતમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક અથવા તો મોહલ્લા સ્પોટ્‌ર્સ કર્મભૂમિ તરીકે સેવા આપે છે, જ્યાં તે એકતા અને સામૂહિક હેતુ મૂર્ત સ્વરૂપ લે છે.

સ્પોટ્‌ર્સ વિવિધ સામાજિક, ભાષાકીય અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના વ્યક્તિઓને એક છત હેઠળ લાવીને બંધુત્વના બંધારણીય મૂલ્યને મૂર્તિમંત કરે છે.સ્પોટ્‌ર્સની સુલભતાને મહત્વપૂર્ણ ગણાવતા સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, ભાગ લેવાની તકો જાતિ, જાતિ, ધર્મ, લિંગ અથવા આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના બધા માટે પ્રાપ્ય બને ત્યારે સ્પોટ્‌ર્સની એકીકૃત શક્તિ વધે છે. થોડા લોકોનો વિશેષાધિકાર બનવાના બદલે સમાજમાં બંધુત્વ મજબૂત બનાવવાના માધ્યમ તરીકે સ્પોટ્‌ર્સને સ્થાન આપવું જોઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.