પોન્જી સ્કીમના સંચાલક વિરુદ્ધ રૂપિયા ૫૨.૨૪ લાખની છેતરપિંડીની ફરિયાદ
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોન્જી સ્કીમના સંચાલકોએ રોકાણકારોના રૂ.પર.ર૪ લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે ખેડબ્રહ્મા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં એપી ગ્રુપના સંચાલકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો અનુસાર, ખેડબ્રહ્માના ચીખલી ગામે સુનીલ લક્ષ્મણભાઈ બુબડીયા સહિત અન્ય રોકાણકારોએ ગત તા.૧-૭-ર૦ર૩થી ર૪-૧૦-ર૦ર૪ના સમયગાળા દરમિયાન એપી ગ્રુપના સંચાલક અને હિંમતનગરના ધાણધામાં રહેતા અનિલસિંહ પ્રદિપસિંહ પરમાર તથા તેમના સાગરીતોએ શરૂ કરેલી સ્કીમોમાં નાણાંનું રોકાણ કર્યું હતું.
ચીખલી ગામના સુનીલ બુબડીયા તથા દાંતા, ખેડબ્રહ્મા તથા હડાદ તાલુકાના મળી ૧૬ રોકાણકારોનો વિશ્વાસ કેળવી રોકાણ ઉપર ૩થી ૪ ટકા વ્યાજની લાલચ આપીને અનિલસિંહ પરમારે તેમની ઓફિસમાં બોલાવી રૂ. ૬૬.૯૦ લાખનું રોકાણ કરાવ્યું હતું.તે પછી એપી ગ્રુપના સંચાલકોએ રોકાણકારોનો વિશ્વાસ જીતી લેવા માટે તબક્કાવાર રૂ. ૧૪.૬પ લાખ પરત આપ્યા હતા અને બાકીના રૂ. પર.ર૪ લાખ રોકાણકારોને પરત આપ્યા વિના એપી ગ્રુપના સંચાલકોએ હિંમતનગર સહિત અન્ય ઠેકાણે પોન્જી સ્કીમના રૂપાળા નામે શરૂ કરેલી આલિશાન ઓફિસો બંધ કરી દીધી હતી.
જોકે, તત્કાલિન સમયે રોકાણકારોને ખબર પડી ન હતી, તેમ છતાં કેટલાક રોકાણકારોએ અનિલસિંહ પરમારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યાે હોવા છતાં કોઈ સફળતા મળી ન હતી.
જેથી રોકાણકારોને આ એપી ગ્રુપના પોન્જી સ્કીમના સંચાલકોમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો.ત્યારબાદ રોકાણકારોએ અનેક ઠેકાણે તપાસ કરવા છતાં કોઈ અત્તોપત્તો ન મળતાં આખરે ગુરુવારે ચીખલી ગામના સુનિલ બુબડીયા તથા અન્ય રોકાણકારોએ અનિલસિંહ પરમાર વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, અનિલસિંહ પરમાર વિરુદ્ધ હિંમતનગર સાયબર ક્રાઈમમાં પણ અગાઉ ફરિયાદ નોંધાયા બાદ હજુ સુધી અનિલસિંહ પરમાર તથા પરિવારજનો પોલીસના હાથે લાગ્યા નથી તેવું આધારભુત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.SS1MS
