Western Times News

Gujarati News

સુરતમાં યુવાન ડિવોર્સી માતાનો ચાર વર્ષના પુત્ર સાથે ફાંસો ખાઇને આપઘાત

સુરત, સુરતના ઉમરા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક ૨૬ વર્ષીય ડિવોર્સી માતાએ પોતાના વ્હાલસોયા ૪ વર્ષના પુત્રની હત્યા કરી પોતે પણ મોતને વ્હાલું કર્યું છે.

આ કરુણ ઘટના પાછળ પૂર્વ પતિ દ્વારા અપાતો માનસિક ત્રાસ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો થઈ કરાયા છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરા વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય પૂનમ શાહના છૂટાછેડા થઈ ચૂક્યા હતા. તેને ૪ વર્ષનો પુત્ર શિવાય હતો, જે તેની સાથે જ રહેતો હતો. મહિલાએ પહેલા પોતાના માસૂમ પુત્ર શિવાયને ગળેફાંસો આપ્યો હતો અને ત્યારબાદ પોતે પણ તે જ પંખે લટકીને જીવન ટૂંકાવી દીધું હતું.પૂનમ છેલ્લા કેટલાક સમયથી તેના પિયરમાં માતા અને ભાઈ સાથે રહેતી હતી.

ઘટનાના દિવસે સવારે પૂનમનો ભાઈ કામ અર્થે ઘરેથી બહાર ગયો હતો. સવારે અંદાજે ૧૧ વાગ્યે જ્યારે તે પોતાનું મોબાઈલ ચાર્જર લેવા માટે અચાનક ઘરે પરત ફર્યાે ત્યારે ઘરનું દૃશ્ય જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે જોયું કે તેની બહેન પૂનમ અને તેનો ૪ વર્ષનો ભાણેજ બંને પંખા સાથે લટકેલી હાલતમાં હતાં. તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હોવા છતાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.આત્મહત્યાની જાણ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

પૂનમની માતા ઉષાબેને પૂનમના પૂર્વ પતિ કરણ શાહ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, છૂટાછેડા આપ્યા પછી પણ કરણ શાહ પૂનમને સતત કનડગત કરતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો. આ સતત વધતા ત્રાસથી કંટાળીને આખરે પૂનમે આ કરુણ પગલું ભર્યું છે. પૂનમે પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં રહેતા અને કાપડની દુકાનમાં નોકરી કરતા કરણ શાહ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સપનાં સાથે શરૂ થયેલી આ સફર ગણતરીના દિવસોમાં જ દુઃસ્વપ્ન બની ગઈ હતી.

ગર્ભાવસ્થા દરમિયાન પણ તેની યોગ્ય સંભાળ રાખવાને બદલે તેને પિયર મોકલી દેવામાં આવી હતી. તેની નણંદ તેને ખૂબ જ હેરાન કરતી હતી. ઘરના તમામ નિર્ણયો નણંદ જ લેતી હતી અને સાસુ તથા પતિ પણ તેની જ વાત માનતાં હતાં.પૂનમના પતિ કરણ શાહ ક્યારેય તેની પત્નીનો પક્ષ લેતા નહતા.

ઊલટાનું, નણંદના કહેવા પર તે પૂનમ સાથે ઝઘડા કરતા અને છૂટાછેડા લેવા સુધીનું દબાણ કરતો હતો. લગ્નનાં પાંચ વર્ષ દરમિયાન પૂનમને વારંવાર પિયર મોકલી દેવામાં આવતી હતી. પતિ કરણ અવારનવાર એવું બહાનું કાઢતો કે તે દેવાંમાં ડૂબેલો છે અને લગ્નના ખર્ચને કારણે તેની સ્થિતિ ખરાબ છે, માટે પૂનમે પિયર જઈને રહેવું જોઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.