રણવીર ૩૦૦ કરોડનું બજેટ ધરાવતી પ્રલયનો સહ નિર્માતા બન્યો
મુંબઈ, રણવીર સિંહ ‘ધુરંધર’ની ધુઆંધાર સફળતા બાદ હવે આ ફિલ્મના બીજા ભાગ ‘ધુરંધરઃ ધી રિવેન્જ’ની રીલિઝ પર ફોક્સ કરી રહ્યો છે પણ સાથે સાથે તેણે આગામી ફિલ્મ ‘પ્રલય’ની તૈયારી પણ આદરી છે.
આ ફિલ્મનું બજેટ આશરે ૩૦૦ કરોડ નક્કી થયું હોવાનું કહેવાય છે. રણવીરની કોઈ સિંગલ ફિલ્મનું આ સૌથી મોટું બજેટ હોવાનું મનાય છે. રણવીર આ ફિલ્મનો સહ નિર્માત છે. ફિલ્મના નફાનો મોટો હિસ્સો તેને ફાળે જશે. આ ફિલ્મ દ્વારા કલ્યાણી પ્રિયદર્શન બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. ફિલ્મની વાર્તા એક મેરીડ કપલને લગતી હશે. કોરોના લોકડાઉન સમયમાં સર્જાતા માન્યામાં ન આવે તેવા ઘટનાક્રમને લગતી વાત તેમાં દર્શાવાશે.SS1MS
