ગાંધીધામ–આદીપુર ખંડમાં ચૌહરિકરણ અને આધુનિક સિગ્નલિંગ પ્રણાલીનું સફળ કમિશનિંગ
પશ્ચિમ રેલ્વેએ ગાંધીધામ–આદીપુર વચ્ચે 8.96 કિમી લાંબા ખંડ પર ચૌહરિકરણ (Quadrupling) તથા અત્યાધુનિક સિગ્નલિંગ પ્રણાલીનું કામ સફળતાપૂર્વક કમિશન કર્યું છે. આ કામ હેઠળ ગાંધીધામ બી બ્લોક કેબિન અને આદીપુર જંક્શન સહિત ત્રણ ઇન્ટરલોક્ડ લેવલ ક્રોસિંગ ગેટ (એલસી નં. 3, 3X અને 4) ને આઈબીએસ (Intermediate Block Signalling) સાથે જોડવામાં આવ્યા છે.
મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી વેદ પ્રકાશે વરિષ્ઠ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર હાજર રહી આ કામની દેખરેખ રાખી. આ ચોથી લાઇનિંગ પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ તબક્કો હતો, જેમાં નવી લાઇનો, સિગ્નલિંગ અને પોઇન્ટ્સને સુરક્ષિત રીતે હાલની પ્રણાલી સાથે એકીકૃત કરવામાં આવ્યા.
આ દરમિયાન જરૂરી તકનીકી સુધારાઓ અને પરીક્ષણો દ્વારા નવી રચનાના સુરક્ષિત અને નિરંતર સંચાલનને સુનિશ્ચિત કરવામાં આવ્યું. આ સિદ્ધિ ગાંધીધામ–ભુજ સેક્શનમાં સંચાલન કાર્યક્ષમતા અને અવસંરચના મજબૂતી તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
આદીપુર સ્ટેશન પર મુખ્ય વ્યવસ્થાઓ –ગાંધીધામ–આદીપુર ખંડ માટે ક્યોસાન નિર્મિત (K5D મોડેલ) નવી ડિસ્ટ્રિબ્યુટેડ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) પ્રણાલી કમિશન કરવામાં આવી છે. તેમાં 5 લાઇનો અને 1 SIC સાઇડિંગ, 146 રૂટ, 56 ટ્રેક, 18 મેઇન, 16 શન્ટ અને 5 કોલિંગ-ઓન સિગ્નલ, તેમજ 28 પોઇન્ટ્સ સામેલ છે.
આ ઉપરાંત AFDAS (Revel make), 2 ELD (Reliance make), 2 ડેટા લોગર (Efftronics) જેમાં 1024 ડિજિટલ અને 32 એનાલોગ ઇનપુટ ક્ષમતા છે, 2 IPS (Statcon Energiaa make) અને FACS (Reliance make)ની વ્યવસ્થા કરવામાં આવી છે. પોઇન્ટ્સનું પેરલેલ ઓપરેશન તથા NDKR/RDKR સર્કિટ પણ લાગુ કરવામાં આવ્યા છે.
ગાંધીધામ બી બ્લોક કેબિનમાં સુધારા હાલની ક્યોસાન (K5BMC મોડેલ) ડિસ્ટ્રિબ્યુટેડ EI પ્રણાલીમાં સુધારા અને વિસ્તરણ કરીને તેને ચોથી લાઇનિંગ સેક્શન સાથે જોડવામાં આવી છે. હવે અહીં 4 લાઇનો (પહેલાં 3), 146 રૂટ (પહેલાં 70), 69 ટ્રેક (પહેલાં 39), 27 મેઇન, 14 શન્ટ અને 4 કોલિંગ-ઓન સિગ્નલ તેમજ 39 પોઇન્ટ્સ (પહેલાં 23) ઉપલબ્ધ છે. હાલની AFDAS, ELD, ડેટા લોગર, IPS અને FACSનું એકીકરણ કરીને NDKR/RDKR પોઇન્ટ સર્કિટ અમલમાં મૂકવામાં આવ્યા છે.
આ સુધારાથી લાઇન ક્ષમતા વધશે, જેથી વધુ મુસાફરી અને માલગાડીઓનું સમકાલીન સંચાલન શક્ય બનશે અને ભીડમાં ઘટાડો થશે. સમયપાલનમાં સુધારો થશે તેમજ વિલંબ અને ઠેરવાં ઘટશે. આધુનિક EI, AFDAS, ડેટા લોગર અને ઇન્ટરલોક્ડ ગેટથી સુરક્ષા સ્તર મજબૂત બનશે. એકીકૃત સિગ્નલિંગ અને પેરલેલ પોઇન્ટ ઓપરેશનથી સંચાલન વધુ સરળ અને નિરાંત રહેશે.
ગાંધીધામ વિસ્તાર મુખ્ય ફ્રેટ હબ હોવાને કારણે બંદરો અને ઔદ્યોગિક વિસ્તારોને ઝડપી અને વિશ્વસનીય કનેક્ટિવિટી મળશે. આ ભવિષ્યમુખી, વિશ્વસનીય અને વિસ્તરણયોગ્ય માળખું છે.
આ કમિશનિંગ કાંડલા અને મુન્દ્રા બંદરો તેમજ મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો માટે વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય રેલ સંપર્ક સુનિશ્ચિત કરશે, જે પ્રાદેશિક અને આર્થિક વિકાસને ગતિ આપશે. આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેના આધુનિકીકરણ તરફનું મોટું પગલું છે અને મુસાફર તથા માલ પરિવહન બંને માટે લાભદાયક સાબિત થશે.
આ સુધારો પશ્ચિમ રેલ્વેની આધુનિકીકરણ, સુરક્ષા અને ક્ષમતા વિસ્તરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેથી વિસ્તારની વધતી પરિવહન જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરી શકાય.
