Western Times News

Gujarati News

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગરૂડેશ્વર ખાતે નારી સંમેલન યોજાયું

(માહિતી)રાજપીપલા, મહિલા અને બાળ વિકાસ વિભાગ નર્મદા દ્વારા ગરૂડેશ્વર ખાતે નારી સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે જિલ્લા પંચાયતના સભ્ય સંગીતાબેન તડવી, તાલુકા પંચાયતના સભ્ય હંસાબેન, મહિલા અગેરણી શીતલબેન સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પોતાના ઉદબોધનમાં મહિલાઓને નારી શક્તિ, સ્ત્રી સશક્તિકરણ, પ્રાકૃતિક ખેતી, શિક્ષણનું મહત્વ, ગૃહ ઉદ્યોગ અને આત્મનિર્ભરતા વિષયક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહિલાઓને સ્વાવલંબન તરફ આગળ વધવા માટે પ્રેરણા પુરી પાડી હતી.

કાર્યક્રમ દરમિયાન નારી અદાલત અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલાઓને આરોગ્ય અને પોષણ બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. સેજા અને આંગણવાડી કેન્દ્રોમાં ઉત્તમ કામગીરી કરનાર વર્કરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, નારી અદાલત રાજપીપળા, ૐીટ્ઠઙ્મંર ડ્ઢીpટ્ઠિંદ્બીહં ય્ટ્ઠિેઙ્ઘીજરુટ્ઠિ, જીઙ્મક ૐીઙ્મp ય્િર્ેp ય્ટ્ઠિેઙ્ઘીજરુટ્ઠિ તેમજ શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ અને વિસ્તારની મહિલાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.