Western Times News

Gujarati News

બંધારણ બચાવોના નારા સાથે કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજાઈ

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા બંધારણ બચાવોના નારા સાથે વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. શહેરના સારંગપુર સર્કલથી શરૂ થઈને આ રેલી સુભાષબ્રીજ સ્થિત કલેકટર કચેરી સુધી પહોંચી હતી, જયાં કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ તરફથી જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

કોંગી પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા ધાનાણી સહિતના નેતાઓ રેલીમાં જાડાયા હતા,. તો સેંકડો કોંગી કાર્યકરો પણ રેલીમાં બાઇક પર જાડાયા હતા અને બંધારણ બચાવોના જારદાર સૂત્રોચ્ચાર, નારા લગાવી વાતાવારણ ગજવી મૂકયું હતું. આ પહેલાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે સારંગપુર ખાતે ધરણાંની શરૂઆત કરાવી હતી અને સભા સંબોધી હતી. જે બાદ કોંગ્રેસ પક્ષની બંધારણ બચાવોના નારા સાથેની વિશાળ બાઇક રેલીની શરૂઆત થઈ હતી.

જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ અને આગેવાનો આ બાઈક રેલીમાં જાડાયા હતા. તો, કોંગી ેનેતા અને આગેવાનોની પાછળ કોંગ્રેસના સેંકડો કાર્યકરો પણ બાઇક પર સવાર થઇને રેલીમાં જાડાયા હતા. કોંગી નેતાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો,

કાર્યકરો રાષ્ટ્રધ્વજ, ત્રિરંગા અને બંધારણના પુસ્તકો સાથે નજરે પડતા હતા. કોંગી કાર્યકરો દ્વારા ચાલુ બાઇકે બંધારણ બચાવોના નારા લગાવી સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવવામાં આવ્યું હતું. બાઇકરેલી સ્વરૂપે કોંગી નેતાઓ અને કાર્યકરો આખરે સુભાષબ્રીજ સ્થિત  કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કોંગી આગેવાનોના પ્રતિનિધિમંડળ તરફથ બંધારણ બચાવવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.

આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, બંધારણ બચાવવાની લડતના ભાગરૂપે જરૂર પડયે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત ટાણે કોંગ્રેસ દ્વારા મોટેરા પહોંંચી ઉગ્ર દેખાવો અને વિરોધ કાર્યક્રમો કરવામાં આવશે. દેશના બંધારણને બચાવવા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કોંગ્રેસ છેક સુધી લડી લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.