દીપિકા પાદુકોણ ‘ધ વ્હાઇટ લોટસ’ની સીઝન-૪માં જોડાઈ હોવાના અહેવાલ
મુંબઈ, દીપિકા પાદુકોણનાં નામની ‘ધ વ્હાઇટ લોટસ’ સાથે જોડાવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. તાજેતરના અહેવાલો અનુસાર, તે આ લોકપ્રિય સિરીઝની આવનારી ચોથી સીઝનમાં જોડાઈ શકે છે.ડેકન ક્રોનિકલના અહેવાલ મુજબ, દીપિકા એમી એવોર્ડ વિજેતા ડાર્ક કોમેડી એન્થોલોજીની સીઝન ૪માં જોવા મળી શકે છે.
રિપોર્ટ મુજબ તે હેલેના બોનહામ કાર્ટર અને ક્રિસ મેસીના સહિતના કલાકારો સાથે સ્ક્રીન શેર કરશે. આ અહેવાલો મુજબ નવી સીઝનનું શૂટિંગ ફ્રાન્સમાં થશે અને સેંટ ટ્રોપેઝ ખાતે આવેલ શેટો દી લા મેસાર્દિયર હોટેલને મુખ્ય લોકેશન તરીકે પસંદ કરવામાં આવી છે.
જો કે, સ્ટુડિયો અથવા નિર્માતાઓ તરફથી કે પછી દીપિકા તરફથી તેમાં દીપિકાના જોડાવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાલ તેની હાજરી અંગે અનુમાનના આધારે ચર્ચા ચાલી રહી છે.દીપિકાનું નામ આ પહેલાં પણ આ સિરીઝ સાથે જોડાયું છે.
૨૦૨૪માં આવેલા અહેવાલો મુજબ તેની સીઝન ૩માં બ્લેકપિંકની લિસા સાથે જોડાવાની ચર્ચા હતી. પરંતુ ગર્ભાવસ્થાના કારણે તેણે પ્રોજેક્ટ છોડ્યો હોવાનો દાવો થયો હતો. તે અહેવાલો અંગે આગળ કોઈ ખાતરી નહોતી થઈ, છતાં હોલિવૂડમાં સ્ટ્રીમિંગ ડેબ્યુ અંગે ભારે ચર્ચા હતી.હવે, સીઝન ૪ સાથે તેના કાસ્ટિંગ અંગે ફરી અટકળો શરૂ થઈ છે.
‘ધ વ્હાઇટ લોટસ’ના સર્જક માઈક વ્હાઇટ છે. આ સિરીઝ વૈભવી રિસોર્ટ લોકેશનની આસપાસ ફરે છે, જેમાં પૈસો, વૈભવ અને માનવીય સંબંધો પર કટાક્ષ માટે જાણીતી છે. દરેક સીઝનમાં નવા પાત્રો જોડાય છે અને ક્યારેક જાણીતા ચહેરાઓ પણ પાછા ફરતા જોવા મળે છે.
સીઝન ૧ હવાઈના ટાપુઓ પર આકાર લેતી હતી, સીઝન ૨ ઇટાલીમાં અને સીઝન ૩ની કથા થાઈલેન્ડમાં દર્શાવાઈ હતી. જોકે એચબીઓએ સીઝન ૪ અંગે સત્તાવાર વિગતો જાહેર કરી નથી, અનેક અહેવાલો સૂચવે છે કે વાર્તા સેંટ-ટ્રોપેઝ સ્થિત શેટો દી લા મેસાર્દિયર ખાતે અને ળેન્ચ રિવિયેરા તેમજ પેરિસના ભાગોમાં આકાર થશે. ચોથી સીઝનનું પ્રોડક્શન સ્પ્રિંગ સીઝનમાં શરૂ થવાની અપેક્ષા છે. અહેવાલો મુજબ કાસ્ટમાં હેલેના બોનહામ કાર્ટર, સ્ટીવ કુગન, કાલેબ જોન્ટી એડવડ્ર્સ, મરિસા લોંગ, એલેક્ઝાન્ડર લડવિગ, ક્રિસ મેસીના, એ જે મિશેલ્કા અને સાન્ડ્રા બર્નહાર્ડ જેવા કલાકારો સામેલ થઈ શકે છે.
આ સિરીઝ ૨૦૨૬ના અંતમાં અથવા ૨૦૨૭ની શરૂઆતમાં રિલીઝ થવાની શક્યતા છે. કથાવસ્તુ અંગેની વિગતો હજી ગુપ્ત રાખવામાં આવી છે. જો દીપિકાની બોલિવૂડ ફિલ્મની વાત કરવામાં આવે તો દીપિકા હવે શાહરુખ સાથે સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરેલી કિંગમાં જોવા મળશે.SS1MS
