ગુજરાતના મહિલા એડવોકેટ સાથે થયેલા દુરવ્યવહાર સામે બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલે અવાજ ઉઠાવતા મહિલા એડવોકેટોનું નૈતિક બળ વધ્યું ?!
નરોડાના મહિલા એડવોકેટ જયોતિબેનનો કેસ શુંછે ?!
ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોએ લીધેલા ભાડા ભથ્થાંનો હિસાબ જાહેર કરો ?! વકીલ મતદારોની માંગણી ?!
મહિલા ઉદ્યોગપતિ મેરિલ લીચના સંચાલક લીન્ડડા માર્કેલી કહે છે કે, “પુરૂષોના પ્રભુત્વવાળા આ જગતમાં તમારે નેતાગીરી કરવી હોય તો સોદો વેનિલા આઈસ્ક્રીમ ન બની રહેવાથી નહીં ચાલે ?!” જયારે મહિલા બીઝનેશ વુમન મેલિન્ડા બીલગેટસ કહે છે કે, “પોતાનો ખુદનો સ્વતંત્ર અવાજ હોય એ સબળ સ્ત્રીની વ્યાખ્યા છે, પણ આ અવાજ શોધવો એ આજના યુગમાં સૌથી વધુ મુશ્કેલ છે”!! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનો પ્રચાર એ પારાકાષ્ટાએ પહોંચ્યો છે !
અને ચૂંટણી જીતવા માટે દરેક ઉમેદવાર વ્યુહાત્મક પ્રચારમાં લાગેલા છે તેવા સમયે નરોડાના એક મહિલા એડવોકેટ જયોતિબેન અમૃતભાઈ ભુનોતરને ટેલીફોન ઉપર કથિત આરોપી પ્રાંજલ યોગેશભાઈ પટેલે મહિલા એડવોકેટને વોઈસ કોલ કરીને જામીન કરાવવા બિભત્સ ભાષાનો ઉપયોગ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે ગુન્હો રજીસ્ટર્ડ કરતા સમગ્ર વકીલ આલમમાં ખળભળાટ મચી ગયો છે !
અને તેની ગંભીર નોંધ ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે મહિલા એડવોકેટને ન્યાય મળે અને મહિલા એડવોકેટોને સુરક્ષા મળે તેમાટે અવાજ ઉઠાવતા તેનો વિધેયાત્મક પડઘો મહિલા એડવોકેટોમાં પડયાનું જાણવા મળેલ છે !
ગુજરાતમાં અને સમગ્ર દેશમાં વકીલો પર થઈ રહેલા હુમલા સામે વકીલોને સુરક્ષા આપવા ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે સરકારમાં રજૂઆત કરી છે ! બીજી તરફ ગુજરાતના મહિલા એડવોકેટ જયોતિબેન ભુનોતરને ન્યાય મળે અને મહિલાઓની સુરક્ષા જળવાય તે માટે જરૂરી કાનૂની કાર્યવાહીમાં શ્રી જે. જે. પટેલે સહાય કરતા મહિલા ધારાશાસ્ત્રીઓએ તેનું સમર્થન કર્યુ છે !
અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન કહે છે કે, “મજબુત સરકારનો પાયો દયા નહીં ન્યાય છે”!! આ સત્ય સ્વીકારીને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે દેશના અને ગુજરાતના વકીલ આલમને સુરક્ષા આપવા કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરી છે !
તેવા જ સમયે નરોડાના મહિલા વકીલ જયોતિબેન ભુનોતરને ધમકી મળતા તેમની ફરિયાદ લેવડાવી અને અદાલતમાંથી ન્યાય મળે તે માટે શ્રી જે. જે. પટેલના નેતૃત્વ હેઠળ વકીલોના એક જાગૃત જુથે દેખાવો કરતા તેનો પડઘો સમગ્ર ગુજરાતના મહિલા વકીલોમાં પડયો છે !
અને હવે પછી મહિલા વકીલો જોડે આવી અઘટિત ઘટના ન બને તે માટે કડક કાર્યવાહી કરવા શ્રી જે. જે. પટેલે તંત્રને સૂચના આપી છે ! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત શ્રી જે. જે. પટેલને ખબર પડી કે તેમના પોતાના જુના વિસ્તાર નરોડામાં રહેતા મહિલા વકીલ જયોતિબેન ભુનોતર સાથે અઘટિત ઘટના બની છે કે તરત જ તેમણે આ કેસમાં રસ લઈ નેતૃત્વ કર્યુ હોવાનું જાણવા મળેલ છે !
ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયા પછી કોણે કેટલા ભાડા-ભથ્થાં કયા હેડ ઉપર લીધા ?! એ ગુજરાત બાર કાઉન્સિલ કેમ જાહેર કરતી નથી ?! વકીલ મતદારોને પારદર્શક વહીવટ જોવો છે ત્યારે જાહેર કરો ?!
એન્જલા માર્કલ નામના મહિલા તત્વચિંતકે કહ્યું છે કે, “તમે છો તેના કરતાં ઉંચા બનવાનો પ્રયત્ન ન કરો અને જે નથી એનાથી ઉંચા દેખાવાનો ડોળ ન કરો”! ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાઈ આવ્યા પછી કયા સભ્યોએ સેવા કરી ?! અને કયા સભ્યોએ સેવા કરવાનું વળતર લીધું ?! એ વકીલ મતદારોને જાણવાનો પુરેપુરો અધિકાર છે ! ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોનો કાયદેસરનો અધિકાર છે કે તેઓ ઈચ્છે તો ભાડા-ભથ્થા લઈ શકે ?!
પરંતુ જે સભ્યો ભાડા-ભથ્થા નથી લેતા એ જાહેર કરે જ છે ! જેમની વકીલાત સારી ચાલે છે એ ભાડા-ભથ્થા નથી લેતા ! અને બીજું કે તમે ગુજરાત બાર કાઉન્સિલમાં વકીલોની કથિત સેવા કરવા ચૂંટાવા ફોર્મ ભરો છો !
બીજા ચૂંટણી પ્રચાર માટે ખર્ચા કરી શકો છો તો વગર ભાડા-ભથ્થાએ સેવા નથી કરી શકતા ?! બાર કાઉન્સિલની મિટીંગ વખતે નાસ્તાઓ કરો છો ?! એ પણ જાહેર કરો ? ગુજરાત બાર કાઉન્સિલના સભ્યો જાહેર નહીં કરે પણ ગુજરાત બાર કાઉન્સિલ પારદર્શક વહીવટ કરવા માંગતી હોય તો જાહેર કરો છુપાવો છો શા માટે ?! ગુજરાત બાર કાઉન્સિલના અમદાવાદ શહેરમાંથી ચૂંટાયેલા સભ્યોએ જાહેર કરવું જોઈએ કે પોતે કેટલા ભાડા-ભથ્થાં લીધા છે
?!
ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઈઝ પાસ્કલે સરસ કહ્યું છે કે, “આ જગતની સૌથી પોલી ચીજ કઈ ?! બેશક માણસ પણ વિચાર પોલા ન હોવા જોઈએ”! ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયા પછી ભાડા-ભથ્થાંલીધા હોય તેમના નામ જાહેર કરવા જોઈએ પરંતુ બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા સભ્યો પોતે જાહેર કરતા નથી ! ગુજરાત બાર કાઉન્સિલમાં જમવાનું ચાલે છે ! તેની પાછળ કેટલો ખર્ચ કરાય છે ?! એ પણ જાહેર કરાતું નથી ! કોલેજોની વિઝીટે જાય છે !
ડીસીપ્લીનરી એકશન કમિટીમાં કેસ ચલાવે ત્યારે ભાડા-ભથ્થાં મળે છે ! એક વાર સભ્યોને બોલાવાય તો રૂ. ૧,૨૦૦/- મળે છે ! આ રીતે અનેક ને તો લાખ્ખો રૂપિયા મળે છે ?! તો ગુજરાત બાર કાઉન્સિલના સભ્યો જાહેર કરે કે ભાડા કેટલા લીધાં ?! ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય શ્રી પરેશભાઈ જાનીએ જાહેર કર્યું છે કે, તેમને વાર્ષિક રૂ. ૧ લખા ભાડા-ભથ્થાં મળે છે ! ને તે તમામ પૈસા વકીલોની સેવાના કાર્યાેમાં વાપરૂં છું !
કોરોના સમયે ૧૦ મહિલા વકીલોને પાંચ, પાંચ હજારની મદદ કરી હતી ! ફી ભરવા અલગથી પૈસા આપ્યા હતાં ! વકીલોને અંગત તકલીફમાં પણ આ ભાડા-ભથ્થાંમાંથી સહાય કરી દઉં છું ! અને મારી પાસે ભાડા-ભથ્થાંનો હિસાબ પણ છે ! મેં અનેક વાર જાહેર કર્યાે છે! બાર કાઉન્સિલની મિટીંગમાં જમવાનું આવે તે પણ હું ખાતો નથી ! આમ વકીલોના પૈસા ઘરમાં લઈ જતો નથી !
શ્રી પરેશભાઈ જાનીએ વધુમાં જણાવ્યું છે કે, સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના નવા ન્યાય સંકુલની મંજુરી લાવી તેને વકીલોની સગવડ માટે અદ્યતન બનાવવાનું, લીફટોની સંખ્યા વધારવા સહિત અનેક કામો કર્યા છે ! માટે સમગ્ર વકીલ આલમ માટે કર્યું છે જેનો ફાયદો સ્મોલકોઝ કોર્ટના વકીલ સભ્યોને પણ થયો છે ! માટે વકીલો માટે કામ કરીને મત માંગ્યા છે ને માંગું છું ! વકીલો માટે તેને સહાયરૂપ થવું એ નામજોગ જાહેર ન કરાય પણ ઘણું કર્યુ છે ! માટે ભગવાને વિશાળ હૃદય આપ્યું છે ! મોટું હૃદય આપ્યું છે આ હૃદય વકીલોના કામ માટે વાપર્યુ છે !
ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય શ્રી પરેશભાઈ વાઘેલા કહે છે કે, ભાડા-ભથ્થાં લીધા નથી ને લઈશ પણ નહીં અને અનેકની સેવા કરી છે તેનું પરિણામ હવે વકીલોએ બતાવવાનું છે ?!
ગુજરાત બાર કાઉન્સિલમાં સત્તા માટે નહીં ?! સેવા કરવા આવ્યો છું ! ગુજરાત બાર કાઉન્સિલમાં પગાર ભથ્થાં માટે નહીં ?! જુનીયર્સ વકીલોનો અવાજ રજૂ કરવા ચૂંટણી લડું છું ! અને જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ જોઈને કામ કરતો નથી ?! જે આવે છે તે તમામને મદદ કરૂં છું ! ભારતનું બંધારણ ર્ડા. ભીમરાવ આંબેડકરે રચ્યું છે ! તેની ગરિમા જાળવવા માટે બાર કાઉન્સિલમાં ચૂંટણી લડું છું ! અને તેને અનુસરૂં છું !
મારી વકીલાત ઈશ્વરકૃપાથી ખૂબજ સારી ચાલેદ છે ! મારે ભાડા-ભથ્થાં લેવાની જરૂર નથી ! અને હવે પછી પણ ભાડા-ભથ્થા લઈશ નહીં ! મહિલા વકીલોના સ્વમાન અને સમસ્યાના પ્રશ્નો વિકટ છે તે હલ કરવા માટે હું વચનબદ્ધ છું ! ગુજરાત બાર કાઉન્સિલનો વહીવટ વધુ સ્વચ્છ અને પારદર્શક બને તે માટે મેં અનેક સ્તરેથી રજૂઆત કરી છે ! માટે મને શ્રધ્ધા છે ને આશા છે ! મારી સેવાની કદર ગુજરાત ભરમાંથી થશે !
અમદાવાદ શહેરના વર્ષાેથી ચૂંટાતા શ્રીઅનિલભાઈ કેલ્લા અને શ્રી ભરતભાઈ ભગત ફોજદારી બારમાંથી ચૂંટાય છે ! તેઓએ પણ જાહેર કરવું જોઈએ ! આટલા વર્ષાેથી કેટલા ભાડા-ભથ્થાં લીધા છે ?!
ગુજરાત બાર કાઉન્સિલમાં વર્ષાેથી ચૂંટાતા શ્રી અનિલભાઈ કેલ્લાએ એવું જાહેર કર્યુ નથી કે, તેઓ ભાડા-ભથ્થાં લેતા નથી ! અને વર્ષાેથી ફોજદારી બારમાંથી ચૂંટાય છે ત્યારે આટલાં વર્ષાેથી જુદા જુદા હોદ્દા પર રહેલા શ્રી અનિલભાઈ કેલ્લાએ કેટલા ભાડા-ભથ્થાં લીધા છે ?! વકીલો જયારે સવાલો બાર કાઉન્સિલને કરી રહ્યા છે ત્યારે તેમણે પુરી વિનમ્રતા સાથે જાહેર કરવું જોઈએ !
ભાડા ભથ્થાં લેવાનો નિયમ મુજબ તેમનો હકક છે ! તો વહીવટી પારદર્શકતા માટે આ રકમ જાહેર કરવામાં તેમને તકલીફ ન થવી જોઈએ ! વકીલોના પૈસા છે ને વકીલમતદારોને કહેવાનું છે તો જાહેર કરી વકીલોની ચર્ચાને તેમણે લગામ લગાવી દેવી જોઈએ ! ફોજદારી બારમાં ભાડા-ભથ્થાં કોણે કેટલાં લીધા ?! એ મુદ્દો ચર્ચાનો મુદ્દો બન્યો છે ! તેમના ટેકેદારો પાસે પણ તેનો જવાબ કદાચ નહીં જ હોય ?!
શ્રી અનિલભાઈ કેલ્લા વકીલોના કામો કરતા આવ્યા છે ! માટે જ કદાચ વર્ષાેથી ચૂંટાતા હશે ! ચૂંટણીના ચાણકય છે ! શતરંજની બાજી તેઓ જુદા જુદા સ્તરે ગોઠવી રહ્યા છે ! ગુજરાતભરનો પ્રચાર કરી આવ્યા છે ! તેઓ ગુજરાત બાર કાઉન્સિલના ફકત ચેરમેન બની શકયા નથી ?! બાકી તો તમામ હોદ્દાઓ ભોગવી ચૂકયા છે !
એટલે બધાં જ તેમને ઓળખે છે ! ફોજદારી બારની ચૂંટણી સમયે તેઓ ચૂંટણી કમિશ્નર હતાં માટે બધાં વકીલો તેમને સારી રીતે ઓળખે છે ! બાર કાઉન્સિલના કાર્યક્રમોમાં પણ તેઓ નિયમિત હાજર હોય છે ! કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે ! આમ તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે !
ફોજદારી બારમાંથી ચૂંટાતા શ્રી ભરતભાઈ ભગતની પોતાની આગવી વોટ બેંક છે ! તેઓ ચૂંટાયા પછી અનેક કમિટીમાં કાર્યરત રહ્યા છે ! તેઓએ કેટલા ભાડા-ભથ્થાં લીધા છે તે તેમણે જાહેર કર્યુ નથી ! પણ વકીલ મતદારોની ખુશી માટે હિસાબ જાહેર કરવો જોઈએ ?!
ગુજરાત બાર કાઉન્સિલમાં સતત ચૂંટાતા શ્રી ભરતભાઈ ભગત એક સમજદાર અને જાગૃત સભ્ય છે ! તેઓ વર્ષાેથી ચૂંટાય છે અને અનેક કમિટીઓમાં કાર્યરત હોઈતેમને પણ સારા એવા ભાડા-ભથ્થાં મળે છે ! જયારે ફોજદારી બારના વકીલો એ જાણવા માંગતા હોય કે તેમણે કેટલા ભાડા-ભથ્થાં લીધા છે? બારમાંથી ચૂંટાયા છે ત્યારથી આજદિન સુધી મેળવ્યા છે ?!
તે જાહેર કરવું જોઈએ જેથી વકીલો માટે આ મુદ્દે ચર્ચનો અંત આવી જાય ! વકીલ મતદારોના આવા વિવાદમાં પસંદગી બદલાઈ ન જાય એના પર ધ્યાન આપવું જરૂરી છે ! શ્રી ભરતભાઈ ભગત એક વિનમ્ર, સેવાભાવી અને માનવીઓને ઓળખવાનો દ્રષ્ટિકોણ ધરાવે છે ! તેને લઈને તેઓ ગળાકાપ હરિફાઈમાં પણ ટકી રહ્યાં છે ! ઉમેદવારો વધવા છતાં ચૂંટણી પૂર્વે તેઓ જુનીયર્સ મત બેંક બનાવે છે ! અને તેનો લાભ બહું ઓછા ચતુરાઈપૂર્વક મેળવે છે ! તેથી અનેક પડકારો વચ્ચે જીતે છે ! જોઈએ મતદારો તેમને મત આપે છે કે તેમને વિકલ્પ શોધે છે ?!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.
