ચિખલોડ ગ્રામ પંચાયતને ફાગવેલ તાલુકામાં સમાવેશ કરાતાં વિરોધ ચાલુ થયો
ચિખલોડને કપડવંજ તાલુકામાં યથાવત રાખવા ગામ સમિતિની પ્રબળ માંગ
ડાકોર, ચિખલોડ ગામ સમિતિ દ્વારા મીટિંગ યોજી ચૂંટણી બહિષ્કાર અને વેરા નહીં ભરવા માટે જાહેરાત કરવામાં આવી. આ ઉપરાંત ચિખલોડ ગ્રામજનો દ્વારા જ્યારથી ચિખલોડ ગ્રામ પંચાયતને ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી વિરોધ ચાલુ થયો છે જ્યાં સુધી ચિખલોડ કપડવંજ તાલુકાના અંદર સમાવેશ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારના રાજકીય આગેવાનોને સપોર્ટ નહીં કરવામાં આવે તેમજ સાત મુદ્દા પર બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો છે.
આ મુદ્દાઓમાં ચિખલોડ ગામમાં કોઈ નેતા સમિતિ દ્વારા જાહેર કરવામાં આવે છે. ચિખલડ ગામ સમિતિ દ્વારા આવનાર તમામ ચૂંટણીઓ માટે બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો છે. ચિખલોડ ગામનો માત્ર ઉપયોગ ચૂંટણી સમયે નેતાઓ કરી રહ્યા છે જેથી તેમનો બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો છે.
ચિખલોડ ગામને ન્યાય મળે તેમજ ચિખલોડ ગામને કપડવંજ તાલુકાના અંદર સમાવેશ કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવશે તો જ તંત્રને સાથ સહકાર આપવા માટે ગામ સમિતિ નિર્ણય લેશે. ચિખલોડ ગામમાં ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ જેવા કોઈ ડોક્યુમેન્ટમાં સુધારા કરવામાં આવે નહીં તેમજ તમામ ગ્રાન્ટનો બહિષ્કાર કરવામાં આવે છે.
અંતમાં ટેક્ષ બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ મુદ્દા ધ્યાનમાં લઈને ચિખલોડ ગામને ન્યાય આપી કપડવંજ તાલુકાના અંદર સમાવેશ કરવામાં આવે તેવી લોકમાંગણી બની છે.
