Western Times News

Gujarati News

અરજી ડ્રાફ્ટ કરવા એઆઈના ઉપયોગ સામે સુપ્રીમ કોર્ટ નારાજ

નવી દિલ્હી, નવી ટેકનોલોજીના પદાર્પણ માટે ભારત સરકાર જ્યારે ‘એઆઇ ઇમ્પેક્ટ સમિટ-૨૦૨૬’ નામના વિશ્વના સૌથી મોટા આર્ટિફિશિયલ ઇન્ટેલિન્સ (એઆઇ)ના મહાસંમેલનનું આયોજન કરી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ ટેકનોલોજીના નુકસાન સામે લાલબત્તી ધરી છે.

કોર્ટમાં અરજી દાખલ કરવા માટેના ડ્રાફ્ટ તૈયાર કરવા વકીલો દ્વારા એઆઇનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો હોવાનું જણાવીને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ બી.વી નાગરત્નાની બેંચે નોંધ્યું હતું કે, એઆઈનો ઉપયોગ કરનારા વકીલો હવે પોતાની જાતે અરજીનો મુસદ્દો પણ નથી લખતા અને એઆઇના ટુલ દ્વારા આ મુસદ્દા તૈયાર કરે છે.

સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે, કેટલાંક વકીલો પોતાના અસીલની અરજીનો મુસદ્દો એઆઇના ટુલ દ્વારા તૈયાર કરે છે, જે સહેજપણ સ્વીકાર્ય નથી અને તદ્દન બિનજરૂરી છે. રાજકીય ભાષણો માટે ચોક્કસ ગાઇડલાઇન્સ ઘડવાની દાદ માંગતી શિક્ષણવીદ રૂપ રેખા વર્મા દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ મુજબનું અવલોકન વ્યક્ત કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.