બાળકોને સોશિયલ મીડિયાના દૂષણથી દૂર રાખવા નીતિ ઘડાશે
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો દુરુપયોગ ડામવા અને બાળકોને તેના દૂષણથી દૂર રાખવા સરકાર પ્રયાસ કરી રહી છે. કેન્દ્રિય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બાળકોની વયમર્યાદા નક્કી કરી સોશિયલ મીડિયા પર કડક નિયંત્રણો લાદવા અને સમાજને સોશિયલ મીડિયાના દૂષણોથી દૂર રાખવાની જરૂરિયાત સ્વીકારી હતી અને આ દિશામાં નીતિ ઘડવા સરકાર પ્રયત્નશીલ હોવાનું તેમણે કહ્યુ હતું કે, નેટફ્લિક્સ, યુટ્યૂબ, મેટા કે એક્સ સહિતની દરેક કંપનીએ ભારતના બંધારણ અને કાયદાનું પાલન કરવું પડશે. સોશિયલ મીડિયા પર ડીપ ફેકની સમસ્યા વધી રહી હોવાનું સ્વીકારતા કડક નિયંત્રણોની જરૂરિયાત પર વૈષ્ણવે ભાર મૂક્યો હતો.
ડીપ ફેડ ડામવા અને ઓછી ઉંમરના બાળકોને દૂષણથી દૂર રાખવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે વાતચીત ચાલી રહી છે. નવી દિલ્હી ખાતે એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ હતું કે, ડીપ ફેક પર નિયંત્રણ મેળવવા માટે કડક કાયદાની જરૂર છે, કારણ કે આ સમસ્યા દિવસે-દિવસે વધી રહી છે.સોશિયલ મીડિયાના નુકસાનથી બાળકોનું રક્ષણ કરવાના હેતુથી વિવિધ પ્લેટફોર્મ્સ સાથે વાટાઘાટો ચાલે છે.
વર્તમાન સ્થિતિમાં કયા નિયંત્રણોની જરૂર છે અને હાલ કયા નિયંત્રણો અમલમાં છે તે અંગે સમજવા સરકાર પ્રયાસ કરે છે. સંસદીય સમિતીએ પણ આ વિષયને ગંભીરતાથી લઈ ગહન અભ્યાસ કર્યાે છે. ડીપ ફેક ડામવા કડક કાયદો જરૂરી છે અને આ મામલે સંસદમાં સર્વસંમતિથી કાર્યવાહી થશે. વિશ્વના ઘણાં દેશોએ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે અને ભારત પણ આ દિશામાં વિચારી રહ્યું છે.SS1MS
