અક્ષય-શાહરુખ સાથે કોઈ સ્પર્ધા નથી, અમે પૂરક છીએ: જોન અબ્રાહમ
મુંબઈ, જોન અબ્રાહમે કહ્યું છે કે ૨૦૦૩માં ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતી વખતે તેને ભારે ટીકા સહન કરવી પડી હતી. તેમ છતાં, આ વર્ષાે દરમિયાન તેણે પોતાની પ્રતિભાથી પોતાનું સ્થાન બનાવ્યું અને આજે તે મોટા સ્ટાર્સ સાથે મજબૂત મિત્રતા ધરાવે છે.
૨૦૦૩માં ‘જિસ્મ’થી ડેબ્યુ કરીને તાજેતરની ફિલ્મ ‘તેહરાન’ સુધી, જોન અબ્રાહમે પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તેની તેના કો-એક્ટર્સ સાથે કોઈ સ્પર્ધા નથી પરંતુ તેની તો તેના સાથી કલાકારો સાથે દોસ્તી અને હુંફભર્યાે સંબંધ છે, તેણે મજાકમાં એમ પણ કહ્યું કે અભિષેકને તો તેણે કિસ પણ કરી છે.જોને કહ્યું, “હું મારા મેલ કો-સ્ટાર્સ સાથે વધારે સારો સંબંધ ધરાવું છું.”
તેણે ઉમેર્યું કે તેણે અક્ષય કુમાર, શાહરુખ ખાન, વરુણ ધવન અને અભિષેક બચ્ચન જેવા કલાકારો સાથે કામ કર્યું છે. જોનનું માનવું છે કે તેની આ સહકલાકારો સાથે કોઈ સ્પર્ધા નથી, પરંતુ તેઓ એકબીજાના પૂરક બને છે. “હું તેમને સ્પર્ધક તરીકે નહીં, પરંતુ મારા કામના પૂરક તરીકે જોઉં છું અને તેઓ પણ મને એ જ રીતે જુએ છે. હું એ મિત્રો સાથે બહુ કન્ફર્ટેબલ છું અને એ હુંફ ફિલ્મોમાં દેખાય છે.”ઘણી હિટ ફિલ્મો આપ્યા પછી જોન આજે બોલિવૂડમાં પોતાનું મજબૂત સ્થાન ધરાવે છે.
પરંતુ શરૂઆતના સમયમાં પરિસ્થિતિ અલગ હતી. તેણે કહ્યું, “જેટલી ટીકા મેં સહન કરી છે, એટલી મારા સમયમાં કદાચ કોઈએ નથી કરી.”તેમ છતાં, નફરત, ટીકા અને નેગેટિવિટીએ તેના કામ પર અસર કરી નહીં. જોને જણાવ્યું, “હું જાણું છું કે મને લોકો સરળતાથી નિશાન બનાવી શકતા, પણ લોકો મારી નિષ્ઠા અને મારું બેકગ્રાઉન્ડ જાણે છે.”SS1MS
