Western Times News

Gujarati News

ખલીકપુર બસ સ્ટેશન આગળ ઓથોરાઈઝ મીડિયન કટ (ડિવાઈડર) બનાવવા લોકોની ઉગ્ર માંગ 

ભિલોડા:  મોડાસા શહેરમાંથી પસાર થતો શામળાજી – ગોધરા રાજ્ય ધોરીમાર્ગ-૫ પર સહયોગ બાયપાસ ચોકડી થી આનંદપુરા કંપા સુધીના રોડ પર ઓથોરાઈઝ મીડિયન કટ ( ડિવાઈડર ) ન હોવાથી રોડની બંને બાજુએ આવેલી રહેણાંક સોસાયટીના લોકોને અવર-જવર માટે ૨ કિલોમીટરનો ધરમધક્કો ખાવો પડે છે.

સોસાયટી વિસ્તારમાં રહેતા લોકો ૨ કીમી નો ધક્કો ખાવો ન પડે તે માટે મજબૂરી વશ રોંગ સાઈડ નો સહારો લેતા હોવાથી અનેકવાર નાના-મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે બીજીબાજુ મોડાસા શહેરમાં નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત ઈ-મેમોની શરૂઆત પણ  મોડાસા શહેરમાં થતા સહયોગ ચોકડીએ નાખેલ સી.સી.ટી.વી કેમેરામાં રોંગ સાઈડે મજબૂરીવશ આવતા વાહનચાલકો ઈ-મેમા નો ભોગ બનાવની પુરેપુરી સંભાવના રહેલી હોવાથી ખલીકપુર બસસ્ટેન્ડ નજીક ઓથોરાઈઝ મીડિયન કટ ( ડિવાઈડર ) બનાવવામાં આવેની માંગ લોકોમાં પ્રબળ બની છે અને આ અંગે જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રી,કલેકટર અને જવાબદાર તંત્રમાં રજુઆત કરવાની તૈયારી હાથ ધરી છે.

મોડાસા શહેરના માલપુર રોડ સહયોગ ચોકડી થી આનંદપુરા કંપા સુધી રોડની બંને બાજુએ ૩૦ થી વધુ રહેણાંક સોસાયટીઓ અને વિવિધ ફ્લેટ આવેલા છે જેમના રહીશો ને  અવર -જવર  કરવા માટે રોંગ સાઈડ નો સહારો લેવો પડે છે અને રાઈટ સાઈડ જવા માટે સહયોગ ચાર રસ્તા થી આનંદપુરા કમ્પા સુધી બે કિલોમીટર સુધીમાં વચ્ચે માં ઓથોરાઈઝ મીડિયન કટ આપેલો નથી જેથી બે કિલોમીટર દૂર જવું  પડે છે અને રોંગ સાઈડ અવજ જવર કરવા માં અકસ્માત અને વિહિકલ ને આરટીઓ તેમજ પોલીસ ના મેમો મળતા હોવાથી ખલીકપુર બસ સ્ટેન્ડ નજીક કે પછી તેની આજુબાજુ આવેલ સોસાયટી પાસે જવાબદાર તંત્ર દ્વારા ઓથોરાઈઝ મીડિયન કટ ( ડિવાઈડર ) બનાવવામાં આવેની ઉગ્ર માંગ સોસાયટીના રહીશોમાં પ્રવર્તી રહી છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.