Western Times News

Gujarati News

અમૃતસરના ચકચારી સામુહિક આત્મહત્યા કેસમાં DIGને 8 અને DSPને 4 વર્ષની સજા

અમૃતસર, દેશના ચકચારી મચાવેલા સામુહિક આત્મહત્યા કેસમાં અમૃતસરની કોર્ટે પૂર્વ ડીઆઈજી કુલતારસિંહને આઠ વર્ષ, ડીએસપી હરદેવસિંહને 4 વર્ષની સજા ફટકારી છે. આ સિવાય 4 આરોપીઓને કોર્ટે આઠ-આઠ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે પોલીસ અધિકારીઓને દંડ પણ ફટકાર્યો છે. વર્ષ 2004માં પંજાબના અમૃતસરમાં એક જ પરિવારના પાંચ લોકોએ પોલીસ દ્વારા બ્લેકમેઇલિંગ અને ત્રાસ ગુજારાત એક જ પરિવારના પાંચ લોકોએ સામુહિક આત્મહત્યા કરી લેતા દેશભરમાં ચકચાર મચાવી હતી.

હરદીપનો પિતા સાથે સંપત્તિને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો અગાઉ કોર્ટે આ કેસમાં આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. 2004માં આ કેસ દેશભરમાં ભારે ચર્ચામાં રહ્યો હતો. આ પરિવાર પર પોલીસ દ્વારા બ્લેકમેઇલિંગ કરવાનો આરોપ હતો. જેમને સજા થઈ છે તે મૃતકોના નજીકના સંબંધી છે. સંબંધી અને પોલીસની બ્લેકમેઇલિંગથી ત્રાસીને અમૃતસરમાં ચૌક મોનીમાં રહેતા હરદિપસિંહે મા, પત્ની અને દીકરા અને દીકરી સાથે મળીને આત્મહત્યા કરી લીધી હતી. હરદીપનો પિતા સાથે સંપત્તિને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો.

પોલીસ પણ આ કેસમાં જોડાતાં પરિવાર ત્રાસી ગયો આ ઝઘડામાં પિતા સુંદરસિંહનું મોત થઈ ગયું હતું. પિતાના મોત બાદ દીકરો હરદીપસિંહ લાશનો નિકાલ કરી રહ્યો હતો. જે દરમિયાન એકાએક સંબંધી સબરીન કૌર બહાર નીકળતાં તેને પિતાની લાશ સાથે જોઈ લીધો હતો. ત્યારબાદ આ કેસમાં બ્લેકમેઈલિંગનો ધંધો શરૂ થયો હતો. પોલીસ પણ આ કેસમાં જોડાતાં પરિવાર ત્રાસી ગયો હતો.

આ કેસમાં આખરે પોલીસ અને સંબંધીઓના ત્રાસથી હરદીપસિંહે પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી હતા. જે કેસ અમૃતસર કોર્ટમાં ચાલી જતાં પૂર્વ ડીઆઈજી કુલતારસિંહને 8 વર્ષની ડીએસપી હરદેવસિંહને 4 વર્ષની સજા ફટાકારાઈ છે. પોલીસે બ્લેકમેઇલિંગમાં સામેલ સંબંધી મહિન્દરસિંહ, વહુ સબરિન કૌર, દીકરી પરમિંદર કૌર અને જમાઈ પલવિંદર પાલ સિંહને 8 વર્ષની સજા ફટકારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.