Western Times News

Gujarati News

ટ્રમ્પ મુકેશ અંબાણી સહિત ટોચના ઉદ્યોગપતિઓ સાથે બિઝનેસને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરશે

નવીદિલ્હી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પહેલા ભારત પ્રવાસ દરમિયાન ૨૫ ફેબ્રુઆરીએ દેશના ઉદ્યોગપતિઓને મળશે. હાલમાં આ મીટિંગની તૈયારી ચાલી રહી છે. આ બેઠકમાં મુકેશ અંબાણી, સુનીલ ભારતી મિત્તલ, એન. ચંદ્રશેખરન, આનંદ મહિન્દ્રા, એ.એમ. નાઇક તેમજ કિરણ મજૂમદાર શો શામેલ થઈ રહ્યા છે. આ મીટિંગમાં સરકારના ટોચના અધિકારીઓ તેમજ અમેરિકન કંપનીઓના ઓફિસર ભાગ લઈ રહ્યા છે.

આ મિટિંગમાં બંને દેશો વચ્ચે બિઝનેસને પ્રોત્સાહન આપવા વિશે ચર્ચા કરવામાં આવશે. આ તમામ વ્યવસ્થા પર અમેરિકન ડિપ્લોમેટ નજર રાખી રહ્યા છે. આ ફંકશનનું ગેસ્ટ લિસ્ટ વ્હાઇટ હાઉસ સાથે શેયર કરવામાં આવ્યું છે. કંફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી અને અમેરિકા-ભારતની બિઝનેસ સંસ્થાઓએ આ નામ સૂચવ્યા છે. જોકે હાલમાં આ નામ પણ વિચારણા ચાલી રહી છે. ટ્રમ્પની ભારત મુલાકાત પહેલાં તેમને ગિફ્‌ટ આપવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.

ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા સાબરમતી આશ્રમનું મેનેજમેન્ટ સંભાળનાર લોકો ટ્રમ્પને ખાદીની વસ્તુઓ તેમજ ચરખો ગિફ્‌ટ કરવાની યોજના કરી રહ્યા છે.ટ્રમ્પ ૧૫ મિનિટની મુલાકાત દરમિયાન ગાંધીના જીવન ઝરમરની ઝાંખી કરશે. અનેક વિદેશી મહાનુભાવો સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ચૂક્યાં છે. ટ્રમ્પનો ભારત પ્રવાસ ભારત માટે બહું મહત્વનો બની રહેશે તેવી આશા સેવાઈ રહી છે. બિઝનેસ તથા સુરક્ષાને લઈને ટ્રમ્પ સાથે બેઠક યોજાશે. ટ્રમ્પના સ્વાગતમાં લોકો લોકોની જોડાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પોસ્ટર પર થીમમાં બદલાવને પગલે નમસ્તે ટ્રમ્પ લખવામાં આવ્યું છે. આ પોસ્ટર પર પહેલાં કેમ છો ટ્રમ્પ લખવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.