Western Times News

Gujarati News

જાસપુર પાસે ૧૦૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઉંચુ ઉમિયા માંનું મંદિર બનશે

ઐતિહાસિક મંદિર નિર્માણને લઇ ૨૮ અને ૨૯ ફેબ્રુ.એ શિલાન્યાસ, મૂર્તિની ચલ પ્રાણપ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમો
અમદાવાદ, એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલથી જાસપુર પાસે વિશ્વ ઉમિયા ધામ સંકુલ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ૪૩૧ ફુટ ઉંચાઇ ધરાવતું વિશ્વનું સૌથી ઉંચું અને ભવ્ય એવું ઉમિયા માતાજીનું ઐતિહાસિક અને અનેક અજાયબી ધરાવતુ મંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે આગામી તા.૨૮ અને ૨૯ ફેબ્રુઆરી દરમ્યાન આ ભવ્યાતિભવ્ય મંદિરના શિલાન્યાસ સમારોહ, માં ઉમિયાની મૂર્તિની ચલ પ્રાણ પ્રતિષ્ઠા અને ૧૧ હજાર બહોને દ્વારા જવારા શોભાયાત્રા સાથે ૧૦૮ કળશનું પૂજન સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના અનેક મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપÂસ્થત રહેશે તો, આ ભવ્ય શિલાન્યાસ સમારોહમાં સમગ્ર દેશભરના સાધુ-સંતો, મહંતો, ધર્માચાર્યોની ઉપÂસ્થતિમાં ૫૧ હજારથી ૫૧ કરોડ સુધીના સમાજશ્રેષ્ઠી દાતાઓના વરદ્‌હસ્તે જગતજનની માં ઉમિયાના ૪૩૧ ફુટ ઉંચા ભવ્યાતિભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે એમ અત્રે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલ, ઉપપ્રમુખ ડી.એન.ગોર અને શિલાન્યાસ સમારોહ કમીટીના ચેરમેન સુરેશ પટેલેજણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આશરે ૧૦૦ વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવનાર માં ઉમિયાનું આ મંદિર વિશ્વનું સૌથી ઉંચુ ઉમિયા માતાજીનું મંદિર હશે. જયાં માં ઉમિયાની સાથે મહાદેવજીનું પારાનું શિવલીંગ પણ સ્થાપિત કરવામાં આવશે. બે દિવસના આ ભવ્ય શિલાન્યાસ સમારોહ સહિતના કાર્યક્રમોમાં દેશ-વિદેશથી બે લાખ શ્રધ્ધાળુ ભકતો ઉમટશે.

શિલાન્યાસ સમારોહમાં શ્રીશ્રી રવિશંકર, બીએપીએસના મહંતસ્વામી મહારાજ, આચાર્ય અવિચલદાસજી મહારાજ, જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યજી, જગદગુરુ શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી, દિલીપદાસજી મહારાજ, વિશ્વંભરભારતી મહારાજ, બ્રહ્મવિહારી સ્વામી, માધવપ્રિયદાસજી સહિત દેશભરના ૨૧થી વધુ દિગ્ગજ સંતો, મંહતો, મહામંડલેશ્વરો અને કથાકારો ખાસ હાજરી અને આશીર્વચન આપશે. વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાના મંદિરમાં ગર્ભગૃહમાં માં ઉમિયાની દસ ફુટથી પણ વધુ ઉંચાઇ ધરાવતી ભવ્ય મૂર્તિ ૫૨ ફુટની ઉંચાઇએ સ્થાપિત કરવામાં આવશે. જેથી એકસાથે દસહજારથી વધુ દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઇ શકશે.

આ ઉપરાંત ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં મંદિર અને સરકારના સંયુક્ત સંકલનથી વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનશે. જેમાં લુપ્ત થતા ૩૦૦૦ વૃક્ષો રોપવામાં આવશે. સમગ્ર સમારોહના આયોજન માટે ૫૦થી વધુ કમીટીઓ કામ કરશે. ૫૦૦૦થી વધુ સ્વયં સેવકો સેવા આપશે. મંદિરમાંથી અમદાવાદનો નજારો જાઇ શકાય તે પ્રકારે ૨૭૦ ફુટ ઉંચી વ્યુ ગેલેરી પણ બનાવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.