Western Times News

Gujarati News

ફૂટબોલના ઇતિહાસમાં ૬૮ વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ

એક જ દિવસની ચારેય મેચો થઈ ડ્રો!

ત્રીજા મેચમાં ઉરુગ્વેનો સામનો મિયામી એરેના ખાતે સાઉદી અરેબિયા સામે થયો હતો. સાઉદી અરેબિયા મેચ જીતવાની નજીક હતું

મેક્સિકો, FIFA વર્લ્ડ કપ ૨૦૨૬માં ફૂટબોલના ઇતિહાસમાં ૬૮ વર્ષ બાદ અદ્ભૂત રેકોર્ડ છે. ‘ધ એથ્લેટિક’ ના રિપોર્ટ મુજબ, વર્લ્ડ કપના ઇતિહાસમાં ૬૮ વર્ષ પછી આવું બન્યું છે, જ્યારે એક જ દિવસે રમાયેલી ચારેય મેચ ડ્રો થઈ હતી. આ પહેલા ૧૫ જૂન ૧૯૫૮ના રોજ આવો અનોખો નજારો જોવા મળ્યો હતો, જ્યારે એક જ દિવસે આઠ મેચ રમાઈ હતી.

એટલાન્ટામાં દિવસની પ્રથમ મેચમાં સૌથી મોટો અપસેટ સર્જાયો. જેમાં કેપ વર્ડે જે પોતાનો પહેલો વર્લ્ડ કપ રમી રહ્યો હતો, તેણે વિશ્વના બીજા નંબરની ટીમ અને વર્તમાન યુરોપિયન ચેમ્પિયન સ્પેનને ૦-૦ થી ડ્રો પર રાખ્યો. કેપ વર્ડેનો બચાવ એટલો શક્તિશાળી હતો કે સ્પેનના સ્ટાર ખેલાડીઓ એક પણ ગોલ કરી શક્યા નહીં.દિવસની બીજા મેચમાં ઇજિપ્ત અને બેલ્જિયમ સિએટલમાં ટકરાયા હતા. ઇમામ અશૌરના શાનદાર ગોલને કારણે ઇજિપ્ત તેમના પ્રથમ વર્લ્ડ કપ વિજયની નજીક પહોંચી ગયું. પરંતુ પછી બેલ્જિયમના રોમેલુ લુકકુ મેદાનમાં આવીને પ્રથમ મિનિટમાં જ ઓન ગોલ કર્યાે અને મેચ ૧-૧ થી ડ્રો રહી..

ત્રીજા મેચમાં ઉરુગ્વેનો સામનો મિયામી એરેના ખાતે સાઉદી અરેબિયા સામે થયો હતો. સાઉદી અરેબિયા મેચ જીતવાની નજીક હતું, પરંતુ મેક્સિમિલિયાનો અરાઉજોએ ૮૦મી મિનિટે ઉરુગ્વે માટે બરાબરી કરી. મેચ પણ ૧-૧ થી ડ્રો રહી, જેના કારણે ગ્રુપ H માં ચારેય ટીમો (સ્પેન, કેપ વર્ડે, ઉરુગ્વે અને સાઉદી અરેબિયા) એક-એક પોઈન્ટ સાથે રહી ગઈ હતી.ન્યૂઝીલેન્ડ અને ઈરાનની રોમાંચક મેચ(લોસ એન્જિલસ)દિવસની અંતિમ મેચ લોસ એન્જિલસના સોફી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.

જેમાં ઈરાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો, જે ૨-૨ થી ડ્રો રહ્યો હતો. ન્યૂઝીલેન્ડનો વર્લ્ડ કપમાં જીત વિનાનો સિલસિલો હવે સાત મેચ સુધી પહોંચી ગયો છે, જ્યારે ઈરાન તેનો પહેલો નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યું છે. આગામી મેચોમાં ઈરાન લોસ એન્જિલસમાં બેલ્જિયમનો સામનો કરશે, જ્યારે ન્યૂઝીલેન્ડનો સામનો વૈંકુવરમાં ઈજિપ્તનો સામનો કરશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.