Western Times News

Gujarati News

ચીન ભડક્યુઃ G7 માંથી બાકાત રાખ્યા બાદ બનાવશે આ દેશો સાથે પોતાનું અલગ ગ્રુપ?

ચીને એલાન કરી દીધું કે તે ગ્લોબલ ગ્રુપ બનાવવા જઈ રહ્યું છે, જેનું નામ ગ્લોબલ AI કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન હશે

બીજિંગ,  ફ્રાન્સમાં દુનિયાના સૌથી અમીર દેશોના સંગઠન ય્૭ સમિટ ચાલી રહ્યું છે. આ મહા બેઠકમાં ચીનને આમંત્રણ આપવામાં નથી આવ્યું, જેના કારણે ચીન ગુસ્સાથી લાલ થઈ ગયું છે. શી ઝિનપિંગે ચૂપ રહેવાની જગ્યાએ અમેરિકા અને તેના અમીર સાથી દેશોને પછડાવા માટે એક મોટો માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. જેવું જી-૭ ખતમ થયું, ચીને એલાન કરી દીધું કે તે ખુદ એક અલગ ગ્લોબલ ગ્રુપ બનાવવા જઈ રહ્યું છે, જેનું નામ ગ્લોબલ એઆઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન હશે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે આ નવા ગ્રુપમાં સામેલ થવા માટે ઝિનપિંગ આખરે કયા દેશોને આમંત્રણ મોકલી રહ્યું છે અને તેની પાછળનો ગેમપ્લાન શું હશે?
ચીની વિદેશ મંત્રી વાંગ યીએ દુનિયાભરના પત્રકારો સામે સ્પષ્ટ કરી દીધું છે કે ચીન હવે આખી દુનિયાની કમાન પોતાના હાથમાં લેવાની તૈયારી કરી ચૂક્્યું છે અને ચી કેટલાય દેશો સાથે એક અલગ ગ્રુપ બનાવવા માગે છે.

જી૭ સમિટમાંથી બહાર રાખ્યા બાદ ચીન સારી રીતે સમજી ગયું છે કે અમેરિકા અને યુરોપીય દેશ તેને ક્્યારેય આગળ વધવા દેશે નહીં. આ જ કારણ છે કે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ચીન આ નવા વૈશ્વિક સંગઠનને ખૂબ જ જલદી ઊભું કરી દેશે અને તેમાં સામેલ થવા માટે તમામનું સ્વાગત કરે છે.
ગ્લોબલ સાઉથના દેશઃ ચીનનો સૌથી મોટો દાવ એ વિકસિત અને વિકાસશીલ દેશો પર છે,

જે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં ફેલાયેલા છે. આ દેશોને પશ્ચિમ દેશોના ભરોસે છોડી મૂકવામાં આવે છે અને ચીન હવે તેને ટેકનિકની લાલચ આપી પોતાની સાથે લઈ રહ્યું છે.

બ્રિક્સ અને એસસીઓના સાથીઃ ચીનના ટોપ આર્થિક નીતિ નિર્માતા ઝાઓ હૈબિંગે સ્પષ્ટ કર્યું છે કે બેઈજિંગ આ નવા ગ્રુપને મજબૂત કરવા માટે બ્રિક્સ દેશો અને શાંઘાઈ સહયોગ સંગઠનના મંચનો પૂરો ઉપયોગ કરશે. તેનો મતલબ છે કે આ ગ્રુપમાં રશિયા અને ઈરાન જેવા દેશ પણ ફ્રન્ટ સીટ પર દેખાશે.

અમેરિકાથી નારાજ દેશોઃ જે દેશ અમેરિકી પ્રતિબંધો અથવા તેમની દાદાગીરીથી પરેશાન છે, ચીન તેમને આ એઆઈ ગ્રુપમાં સામેલ થવાનું ખુલ્લું આમંત્રણ આપે છે, જેથી અમેરિકા વિરુદ્ધ એક મજબૂત મોર્ચો ઊભો કરી શકે.

ચીનના ગુસ્સા અને અચાનક કરવામાં આવેલા આ મોટા એલાન પાછળ હકીકતમાં અમેરિકાનો એક સિક્રેટ રિપોર્ટ છે, જેનાથી બેઈજિંગને બળતરા થઈ છે. જી૭ સમિટ દરમિયાન એક ગુપ્ત કૂટનીતિક રિપોર્ટ લીક થયો, જેમાં એ વાત સામે આવી છે કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડા, ઈટલી અને જાપાન મળી એક બહુ મોટો ખેલ કરી રહ્યા છે.

આ અમીર દેશ મળીને એક એવો પ્લાન બનાવી રહ્યા છે, જે અંતર્ગત અમેરિકામાં બનેલા સુપર એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ મોડલ્સનું એક્સેસ ખાલી તેમના અમુક વિશ્વાસુ પાર્ટનર્સને જ આપવામાં આવશે. એટલે કે અમેરિકા કૂટનીતિક રીતે દુનિયાને બે ભાગમાં વહેંચી રહ્યું છે, જ્યાં શાનદાર ટેકનિક પર ખાલી પશ્ચિમી દેશો અને તેમના ચમચાનો કબજો હશે.

જ્યારે આ વાત જી૭ના બંધ રૂમમાંથી બહાર આવી તો ચીન ગુસ્સે થઈ ગયું અને તેણે તરત પોતાનું ખુદ આગવું ગ્રુપ બનાવવાનો નિર્ણય લઈ લીધો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.