Western Times News

Gujarati News

ચીનના કિંઘાઈ પ્રાંતના હાઈશી વિસ્તારમાં મંગળવારે ૬.૩ તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો

ચીન અને જાપાનમાં પણ ભૂકંપ, સુનામીની શક્યતા નહીવત

ઈન્ડોનેશિયામાં ૬.૭ની તીવ્રતાના ભૂકંપ, સેંકડો ઈમારતોને નુકસાન

ચીનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા કિંઘાઈ પ્રાંતના હાઈશી વિસ્તારમાં પણ મંગળવારે ૬.૩ તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો

પાલુ/બેઈજિંગ,મધ્ય ઈન્ડોનેશિયાના સુલાવેસી પ્રાંતમાં ૬.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા અને સેંકડો ઈમારતોને નુકસાન થયું હતું. ૮ વર્ષ પહેલા ત્સુનામીની તારાજીનો ભોગ બનેલા સુલાવેસી વિસ્તારમાં ભૂકંપથી વ્યાપક નુકસાન થયું હતું. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પ્રાંતના પાલુ શહેરથી ૪૩ કિમી દૂર હતું. અનેક હોસ્પિટલોમાંથી દર્દીઓને તાત્કાલિક બહાર લાવી દેવાયા હતા અને હજારો લોકોએ ખુલ્લા આકાશ નીચે આશરો લીધો હતો. ભૂકંપમાં ૩૨ લોકો ઘાયલ થયા હતા.સરકારી કચેરીઓ, મકાનો સહિતની વિવિધ ઈમારતોને વ્યાપક નુકસાન થયુ હતું.

ભૂકંપ બાદ ૫૫ આફ્ટર શોક્સ આવતાં લોકોમાં સુનામીનો ભય ફેલાયો હતો. મંગળવારે જાપાનના પાટનગર ટોકિયો સહિતના પૂર્વીય વિસ્તારોમાં પ્રાથમિક અંદાજ મુજબ ૫.૫ તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. જોકે, જાપાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે સુનામીનું કોઈ જોખમ કે શક્યતા નથી. બીજી તરફ, ચીનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા કિંઘાઈ પ્રાંતના હાઈશી વિસ્તારમાં પણ મંગળવારે ૬.૩ તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો, એમ ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટર એ જણાવ્યું હતું. અત્યાર સુધી બંને દેશોમાં જાનહાનિ અથવા મિલકતને નુકસાન થયાના કોઈ અહેવાલ મળ્યા નથી. ચીનમાં સાંજે ૫ઃ૦૬ વાગ્યે (સ્થાનિક સમય મુજબ) આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિલોમીટર ઊંડે હતું. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.