Western Times News

Gujarati News

S.T.D./ P.C.O. ધારકો અને મોબાઇલ ફોન સિમકાર્ડ વિક્રેતાઓએ ગ્રાહકની વિગતના રજિસ્‍ટર નિભાવવા ફરજીયાત

મોબાઇલ ફોન અને S.T.D./ P.C.O. પરથી ફેક કોલ (Fake call) દ્વારા થતી ગુનાખોરી અટકાવવા જાહેર જનતાની જાન મિલકતની સલામતી અને સુરક્ષા માટે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ તેમજ જાહેર વ્‍યવસ્‍થાની જાળવણીના હેતુથી અમદાવાદ પોલીસ કમીશનરે S.T.D./ P.C.O. ધારકો અને મોબાઇલ ફોનના સિમકાર્ડ વિક્રેતાઓ માટે કેટલાક આદેશો ફરમાવ્‍યા છે.   S.T.D. / P.C.O. ધારકોએ કોલરની ઓળખ ચકાસવાચકાસવા તેમજ કોલ ડિટઇલના નામ-સરનામાની માહિતી અંગેના રજીસ્ટર ત્રણ વર્ષ સુધી નિભાવવાના રહેશે.

મોબાઇલ ફોનના સિમકાર્ડ વિક્રેતાઓએ ખરીદનારનું નામ, સરનામા તથા સંપર્કની વિગત, આઇ.ડી.પ્રુફની ક્ષેરોક્ષ ચકાસી, મોબાઇલ સીમકાર્ડ ખરીદનારાના તાજેતરના ફોટા સાથેની સંપૂર્ણ વિગત સાથેના રજીસ્‍ટર નિભાવવા આદેશ કરાયો છે.  આ આદેશ પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરની હકુમતના સમગ્ર શહેર વિસ્‍તારમાં તા.૦૨-૦૬-૨૦૧૯ થી તા: ૩૧-૦૭-૨૦૧૯ ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્‍યક્‍તિ ભારતીય દંડસંહિતાની કલમ-૧૮૮ મુબજ શિક્ષાને પાત્ર થશે તેમ આદેશમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.