Western Times News

Gujarati News

સ્વિચ મોબિલિટીએ સંપૂર્ણપણે નવી 9-મીટરની ઇલેક્ટ્રિક બસ EiV9 પ્રસ્તુત કરી

  • સ્વિચ EiV9 શ્રેષ્ઠ કાર્યદક્ષતા, પેસેન્જરને શ્રેષ્ઠ સુવિધા અને કાફલાના ઓપરેટરો માટે માલિકીનો કુલ ઓછો ખર્ચ આપવા ડિઝાઇન કરેલી છે
  • 9-મીટરની ઇલેક્ટ્રિક બસ EiV9અત્યાધુનિકપ્લેટફૉર્મ પર બનેલી છે, જે ઓપરેટરોને તેમના કાફલાનું આધુનિકીકરણ કરવાની સાથે કાર્યકારી નફાકારકતા અને પર્યાવરણલક્ષી લક્ષ્યાંકો વચ્ચે અસરકારક સંતુલન સ્થાપિત કરવા તરફ દોરી જાય છે
  • કંપનીએ પોતાનું #SwitchKaro અભિયાન પણ શરૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ ઇલેક્ટ્રિક પરિવહનની સ્વીકાર્યતાને વેગ આપવાનો તથા જાહેર પરિવહનને સ્વચ્છ, પર્યાવરણને વધારે અનુકૂળ બનાવવા પ્રોત્સાહન આપવાનો છે

ગાંધીનગર, 09 જુલાઈ, 2026: હિંદુજા ગ્રૂપની કંપની તથા ઇલેક્ટ્રિકલ બસો અને લાઇટ કમર્શિયલ વાહનોનાં ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોખરાનું સ્થાન ધરાવતી એ ભારતના મુખ્ય મલ્ટિમૉડલ ટ્રાન્સપોર્ટ પ્રદર્શન પ્રવાસ 5.0માં સંપૂર્ણપણે નવી સ્વિચEiV9 બસને રજૂ કરી છે. શહેરમાં અવરજવર, કર્મચારીઓના પરિવહન અને સ્કૂલમાં બાળકોની અવરજવર માટે ખાસ બનાવેલી આ અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસમાં આધુનિક ટેકનોલૉજી, પ્રવાસીઓ માટે સુવિધાજનક પ્રવાસ અને કાર્યકારી કાર્યદક્ષતાનો સમન્વય થયો છે, જે પર્યાવરણને અનુકૂળ પરિવહનના ક્ષેત્રમાં નવો માપદંડ સ્થાપિત કરે છે.

SWITCH Mobility introduces the all-new 9-metre electric bus EiV9 at Prawaas 5.0

કાર્યદક્ષતા, વિશ્વસનિયતા અને માલિકીના કુલ ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિઝાઇન કરેલી સ્વિચEiV9બસોનો કાફલા ધરાવતા ઑપરેટરોને પર્યાવરણને અનુકૂળ પરિવહન તરફ વધારે સરળતાપૂર્વક આગેકૂચ કરવામાં મદદ કરે છે. અત્યાધુનિક ટેકનોલૉજી અને કાર્યકારી કાર્યદક્ષતાના સુમેળને કારણે વધારે નફાકારકતા પ્રદાન કરવાની સાથે પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ આપે છે તેમજ પર્યાવરણ પર થતી કાર્બનનાં ઉત્સર્જનની અસરને પણ ઘટાડે છે, જે ઇલેક્ટ્રિક પરિવહનને આધુનિક કાફલા માટે વ્યવહારિક અને વાણિજ્યિક રીતે વ્યવહારિક વિકલ્પ બનાવે છે.

EiV9ના લૉંચ પર સ્વિચ મોબિલિટીના સીઇઓ શ્રી ગણેશ મણીએ કહ્યું હતું, સંપૂર્ણપણે નવી સ્વિચ EiV9ની પ્રસ્તુતિ અમારી વૃદ્ધિની સફરમાં એક મહત્વપૂર્ણ વળાંક છે, કારણ કે અમે સરકારી અને સંસ્થાગત પરિવહનના મુખ્ય સેગમેન્ટમાં અમારી કામગીરીને મજબૂત કરી રહ્યાં છીએ. અમે આ કેટેગરીમાં જબરદસ્ત તેજી જોઈ રહ્યાં છીએ. વધતી માગને કારણે 9-મીટરની ઇલેક્ટ્રિક બસનું બજાર નાણાકીય વર્ષ 2029-30 સુધી લગભગ 34 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે (CAGR) વધવાની અપેક્ષા છે. EiV9ને ખાસ કરીને એ ચીજોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેને ઑપરેટરો સૌથી વધુ મહત્વ આપે છે – જેમ કે શ્રેષ્ઠ કાર્યક્ષમતા, પ્રવાસીઓ માટે વધારે આરામ, અત્યાધુનિક સલામતી અને કામગીરીનો ઓછો ખર્ચ. આ એવું સમાધાન વિકસાવવામાં અમારી કટિબદ્ધતા દર્શાવે છે, જે ઇલેક્ટ્રિક પરિવહન માધ્યમોની સ્વીકાર્યતાને વેગ આપવાની સાથે અમારા ગ્રાહકો માટે નક્કર વ્યાવસાયિક મૂલ્યનું સર્જન પણ કરે છે.

સ્વિચ મોબિલિટીમાં અમારું માનવું છે કે, સ્વચ્છ પરિવહન તરફ પરિવર્તન વ્યાવહારિક વિકલ્પોથી આવશે, જે પર્યાવરણ અને અર્થતંત્ર એમ બંને દ્રષ્ટિએ ઉચિત હોય. આ વિચાર અમારા નવા #SwitchKaro અભિયાનમાં પણ દેખાય છે, જે બસનો કાફલો ધરાવતા ઑપરેટરો અને વ્યવસાયોને સ્માર્ટ અને પર્યાવરણને વધારે અનુકૂળ પરિવહન સમાધાનો અપનાવવા પ્રોત્સાહન આપે છે.

કાર્યદક્ષતા અને પર્ફોર્મન્સનો પર્યાય

સ્વિચ EiV9ને આધુનિક શહેરી પરિવહન માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે મહત્તમ કાર્યક્ષમતા આપે છે. તેમાં હળવું માળખું અને અત્યાધુનિક ઇલેક્ટ્રિક ડ્રાઇવલાઇન ટેકનોલૉજીનો સમન્વય થયો છે, જેથી ઊર્જાનો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે અને ચલાવવાનો ખર્ચ ઓછો આવે છે. બેટરી પેકના અનેક વિકલ્પોને કારણે ઓપરેટર વાહનને ખાસ રુટ અને કામગીરીના ચક્રની જરૂરિયાતોના હિસાબે સેટ કરી શકે છે, તો રિજનરેટિવ બ્રેકિંગ અને ડ્યુઅલ-ગન CCS2 ફાસ્ટ ચાર્જિંગથી વધારે અપટાઇમ અને કામ કરવામાં વધારે ફ્લેક્સિબિલિટી મળે છે.

EiV9માં પરમેનન્ટ મેગ્નેટ વેરિએબલ રિલકટન્સ (PMVR) મોટર છે, જે 213 kW સુધીનો પીક પાવર આપે છે, જેથી સરળતાપૂર્વક વેગ, વિશ્વસનિય કામગીરી મળે છે અને એને ચલાવવાનું બહુ સરળ થઈ જાય છે. સ્માર્ટ એન્જિનીયરિંગ અને અત્યાધુનિક ઇલેક્ટ્રિક ટેકનોલોજીના સમન્વયથી ઓપરેટર વ્યવસાયમાં મહત્તમ લાભ મેળવી શકે છે અને સાથે સાથે પર્યાવરણ પર થતી ઉત્સર્જનની અસરને પણ ઘટાડી શકે છે.

પેસેન્જરની સુવિધા અને સલામતી માટેની ડિઝાઇન

EiV9ને પેસેન્જરને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે બનાવવામાં આવી છે. તેમાં એક મોટી કેબિન, આગળ અને પાછળ સંપૂર્ણ એર સસ્પેન્શન, આરામદાયક સીટિંગ અને દરેક પ્રવાસી માટે અલગ USB ચાર્જિંગ પોઇન્ટ છે, જેથી પ્રવાસીની સફર આરામદાયક અને સુવિધાજનક બને છે. સ્ટાફની અવરજવર માટે આ બસમાં પુશબેક સીટિંગનો વિકલ્પ પણ છે, જેથી લાંબી સફરમાં પેસેન્જરને વધારે આરામ મળે છે.

વાહનની ડિઝાઇનનો મુખ્ય આધારસ્તંભ સલામતીછે. EiV9 ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ (FDSS) એટલે આગની જાણકારી મેળવવા અને તેને બુઝવવા માટેની વ્યવસ્થા, આગળ અને પાછળની એક્સલ પર ડિસ્ક બ્રેક તથા મજબૂત ઇલેક્ટ્રિક માળખું છે, જેને અલગ-અલગ પ્રકારના વાતાવરણમાં ભરોસાપાત્ર અને ઉચિત રીતે કામ કરવા માટે બનાવવામાં આવ્યું છે.

પ્રસ્તુત છે #SwitchKaro અભિયાન

EiV9ના લૉંચ સાથે સ્વિચ મોબિલિટીએ પોતાનું નવું બ્રાન્ડ અભિયાન #SwitchKaro પણ શરૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ વ્યવસાય, બસનો કાફલો ધરાવતા માલિકો અને ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને સ્વચ્છ અને ટકાઉ મોબિલિટી તરફ ઝડપથી આગળ વધારવા પ્રોત્સાહન આપવાનો છે. આ અભિયાન એ વિચાર પર આધારિત છે કે મોટા પરિવર્તનની શરૂઆત નાના નિર્ણયો સાથે થાય છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ઇલેક્ટ્રિક મોબિલિટી અપનાવવાથી પર્યાવરણને ફાયદો થવાની સાથે વ્યાવસાયિક પર્ફોર્મન્સ પણ શ્રેષ્ઠ મળે છે.

તેને ચલાવવાનો ઓછો ખર્ચ, મેઇન્ટેનન્સની ઓછી જરૂર અને ઊંચી નફાકારકતા સાથે ઝીરો ટેલટાઇપ એમિશન એટલે કે ગાડીમાંથી પ્રદૂષણ ન થવું જેવી ખાસિયતોને કારણે ઇલેક્ટ્રિક પરિવહન કમર્શિયલ ઓપરેટરો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. #SwitchKaro મારફતે સ્વિચ મોબિલિટીનો ઉદ્દેશ ગ્રાહકોને પરિવહન સાથે સંબંધિત નિર્ણયો લેવા પ્રેરિત કરવાનો છે. તેનાથી તેમના વ્યવસાય માટે મૂલ્યનું સર્જન થવાની સાથે સ્વચ્છ શહેરો અને ટકાઉ ભવિષ્ય ઊભું કરવામાં પણ મદદ મળશે.

સ્વિચ EiV12 ઇન્ટરસિટીનું પ્રદર્શન

સ્વિચ મોબિલિટીએ પોતાની શ્રેષ્ઠ EiV12 ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ પણ પ્રદર્શિત કરી હતી, જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઇન્ટરસિટી ઇલેકટ્રિક મોબિલિટીને આગળ વધારવા કંપનીની સતત કટિબદ્ધતાને દર્શાવે છે. ખાસ ડિઝાઇન કરેલી આ બસ અગાઉથી સફળ EiV12 ઇન્ટરસિટી પ્લેટફૉર્મ પર બનેલી છે અને એને લાંબા અંતરના પ્રવાસ માટે બનાવવામાં આવી છે. આ બસ પ્રીમિયમ રિક્લાઇનિંગ સીટો અને દરેક સીટ માટે ખાસ મલ્ટિ-પોર્ટ ચાર્જિંગની સુવિધાની સાથે પેસેન્જરોના આરામમાં વધારો કરે છે. તેમાં શ્રેષ્ઠ સ્થિરતા માટે ફ્લોર પર લાગેલી LFP બેટરી, આગળ અને પાછળ એર સસ્પેન્શન તથા ટ્રિપ વચ્ચે ઝડપથી ફરી તૈયાર થવા ડ્યુઅલ-ગન DC ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ છે.

આ પ્લેટફૉર્મ ન્યૂમેટિક સસ્પેન્શન ધરાવતી ડ્રાઇવર સીટ, અત્યાધુનિક કેમેરા-આધારિત ડિજિટલ ORVMs (આઉટસાઇડ રિઅર-વ્યૂ મિરર્સ) અને આધુનિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ (FDSS)નો સમન્વય કરીને સલામતી અને ડ્રાઇવરના આરામ (અર્ગોનોમિક્સ)ની દ્રષ્ટિએ એક નવો માપદંડ સ્થાપિત કરે છે. દેશમાં જ ડિઝાઇન કરેલી અને બનાવેલા માળખા પર નિર્મિત EiV12 ઇન્ટરસિટી સ્વિચ iON સાથે સંપૂર્ણપણે સજ્જ છે – આ કંપનીનું પ્રથમ કનેક્ટેડ ટેકનોલૉજી પ્લેટફૉર્મ છે, જે રિયલ-ટાઇમ ડાયગ્નોસ્ટિક્સ, રિમોટ મોનિટરિંગ અને અત્યાધુનિક ડિજિટલ બેટરી મેનેજમેન્ટની સુવિધા આપે છે, જેથી ઓપરેટરોને બસનું પર્ફોર્મન્સ વધારવા, અપટાઇમ અને કાર્યદક્ષતા મહત્તમ મેળવવા મદદ મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.