Western Times News

Gujarati News

ગુજરાત બજેટ 2020ઃ શિક્ષણ માટે કુલ રૂ. 31,955 કરોડની જોગવાઇ

ગાંધીનગર, રાજ્ય સરકારે આજે 2020-21નું બજેટ રજુ કર્યું છે, જેમાં સરકારે શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. ૩૧, ૯પપ કરોડની જોગવાઇની કરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે બજેટ રજુ કરતા સમયે જણાવ્યું કે, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિશે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, કેળવણી એટલે બાળકના શરીર, મન અને આત્માના ઉત્તમાંશોનું આવિષ્કરણ, વર્ગખંડોમાં ઘડાઇ રહેલ ભારતના ભાવિને ઉજ્જવળ બનાવવા અમારી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા સ્કૂલ ઑફ એકસલન્સ યોજનાની જાહેરાત કરૂ છું. જે અંતર્ગત ઉત્કૃષ્ટ શાળાઓ બનાવી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરાશે.

રાજયની શાળાઓ પૈકી પ૦૦ શાળાઓને સ્કુલ ઑફ એકસલન્સ તરીકે વિકસાવવામાં આવશે. તાલુકાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને આ સ્કૂલમાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવશે. આવી શાળાઓમાં તમામ અદ્યતન માળાખાકીય સુવિધાઓ, સ્માર્ટ કલાસરૂમ, કોમ્યુટર લેબ, એમ તે અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા માટે રૂ. ૨૫૦ કરોડની જોગવાઇ. આ વર્ષે પ્રાથમિક શાળાઓના નવા ૭, ૦૦૦ વર્ગખંડોનું બાંધકામ હાથ ધરવામાં આવશે જે માટે રૂ. ૬પ૦ કરોડની જોગવાઈ. શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અને યોજનાઓના ઑનલાઇન રિયલ ટાઇમ મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ સુદઢ બનાવવામાં આવશે. જે માટે રૂ. ૧૮૮ કરોડની જોગવાઈ.

શાળાની શૈક્ષણિક કામગીરી અને માળખાકીય સુવિધાઓના મૂલ્યાંકન માટે ગુજરાત સ્કૂલ કવોલિટિ એક્રેડીટશન કાઉન્સીલ માટે રૂ.૫ કરોડની જોગવાઇ. ધોરણ ૧ થી ૮ના આશરે ૪૩ લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે રૂ. ૯૮૦ કરોડની જોગવાઈ.- સાત જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓના ૪૦૪ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કિચનશેડ બનાવવા રૂ. ૧૦ કરોડની જોગવાઈ જેનાથી અંદાજે ૫૫ હજાર બાળકોને લાભ થશે. રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા અંદાજે ૪ લાખ ૨૨ હજાર વિદ્યાર્થીઓની ફી, યુનિફોર્મ, સ્કૂલ બેગ વગેરે માટે સહાય આપવા કુલ રૂ.૫૫૦ કરોડની જોગવાઇ.

પ્રાથમિક શાળાના ૧૫ , ooo વર્ગખંડોમાં અંદાજિત ૬ લાખ બાળકોને ઉપયોગી થાય તેવા વર્ચ્યુઅલ કલાસરૂમ અને જ્ઞાનકુંજ સવલત ઊભી કરવારૂ. ૧૨૫ કરોડની જોગવાઇ. રાજયના અંતરિયાળ વિસ્તારોમાં ૨૪૦ કસ્તુરબા ગાંધી વિદ્યાલય રેસીડેન્સીયલ હોસ્ટેલ કમ સ્કૂલોમાં અભ્યાસ કરતી ૨૨, ૦૦૦ કન્યાઓ માટે વિના મૂલ્ય રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે રૂ.૮૫ કરોડની જોગવાઈ. ઘરથી સ્કૂલનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં ૧, ૫૦, ૦૦૦ કરતા વધુ બાળકોના પરિવહન માટે રૂ. ૬૬ કરોડની જોગવાઈ .

સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આશરે ૧, ૨૨, ૪૫o દિવ્યાંગ બાળકો માટે દશ્ય શ્રાવ્ય સાધનો પૂરાં પાડવા રૂ. ૫૦ કરોડની જોગવાઈ. વ્યારા ખાતે રૂ. ૧૪ કરોડના ખર્ચે નવું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બાંધવામાં આવશે. જેનાથી આદિજાતિ વિસ્તારના શિક્ષકો અને વિદ્યાર્થીઓને લાભ થશે તેમજ તાલીમ તથા શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે. જે માટે રૂ. 4 કરોડની જોગવાઈ. ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કોલેજમાં પ્રવેશ મેળવતા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના અંતર્ગત ટેબલેટ આપવા રૂ.૨૦૦ કરોડની જોગવાઇ. ટેકનિકલ શિક્ષણ હસ્તકની સંસ્થાઓમાં બાંધકામ તેમજ મરામત માટે રૂ. ૧પપ કરોડની જોગવાઇ.  સરકારી યુનિવર્સિટીઓના નવા બાંધકામ તથા સરકારી કોલેજોના ભવનોના બાંધકામ માટે રૂ. ૨૪૬ કરોડની જોગવાઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.