Western Times News

Gujarati News

મોડાસા – પાવાગઢ બસ ડ્રાઈવરની અનોખી પહેલ: મુસાફરો માટે સ્વખર્ચે બસમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરતા મુસાફરોમાં આનંદ

(પ્રતિનિધિ) ભિલોડા, મોડાસા સમગ્ર રાજયમાં ઉનાળાનું દબાતા પગલે આગમન થઈ રહયું છે ઉનાળાની શરુઆત સાથે પીવાના પાણી ની સમસ્યાઓ પણ શરુ થવા લાગી છે . ઉનાળા ની કાળઝાળ ગરમીમાં બસોમાં મુસાફરી કરતાં મુસાફરો ને પણ પીવાના પાણી ની ઘણી તકલીફ ઉભી થતી હોય છે ત્યારે બસમાં પીવાના પાણી ની સમસ્યાને દુર કરવા મોડાસા બસ ડેપોના બેઝ નંબર ૧૩૭ ધરાવતા મોડાસાના મેઢાસણના વતની જોધ્ધા કેસરીસિંહ એ અનોખી પહેલ કરી છે સ્વખર્ચે બસમાં મુસાફરી કરતા મુસાફરોને ઠંડુ પાણી પીવા મળી રહે તેવા ઉમદા હેતુથી તેમની બસમાં ઠંડા મિનરલ પાણીનો જગની વ્યવસ્થા કરતા મુસાફરો સરાહના કરી રહ્યા છે.

મોડાસા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કેસરીસિંહ જોધ્ધા હાલ મોડાસા – પાવાગઢ રૂટમાં બસ ડ્રાઈવર છે અને તેમના રુટ દરમ્યાન રોજના બસોથી ત્રણસો જેટલા મુસાફરો અવરજવર કરતા હોય છે . દિવસ અને રાત્રી દરમ્યાન બસમાં મુસાફરી કરતા બધા મુસાફરોને કેટલીક જગ્યાએ પીવાનું પાણી સહેલાઈથી મળી શકતું નથી તો કેટલાક મુસાફરો પીવાના પાણી ની બોટલ ના પૈસા ખર્ચવાની ક્ષમતા ધરાવતા પણ હોતા નથી જેની નોધ લઈ જોધ્ધા કેસરીસિંહએ પોતાના સ્વખર્ચે બસમાં ઠંડા પાણીનું વોટર જગ મુકી પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા ઉભી કરી સમાજમાં એક અનોખો દાખલો બેસાડ્‌યો છે . કેસરીસિંહ દ્વારા પોતાના પગારમાંથી આશરે મહિને ત્રણ થી ચાર હજાર રૂપિયા જેટલો ખર્ચ કરી મુસાફરો માટે ઠંડા પાણી ની વ્યવસ્થા કરતાં મુસાફરોએ પણ કેસરસિંહના આવકારદાયક પહેલને આવકારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.