Western Times News

Gujarati News

હજીરામાં ટ્રક સાથે દુકાનમાં ત્રાટકેલા તસ્કરોએ ૨ લાખની બેટરીની લૂંટ

મોડાસામાં તસ્કરોએ પોલીસતંત્રનું નાક વાઢ્યું : ઘટના C.C.T.V  કેમેરામાં કેદ 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લામાં તસ્કર રાજ ફરીથી સ્થાપિત થયું હોય તેવું લાગી રહ્યું છે, મોડાસાના હજીરા વિસ્તારમાં તસ્કરો ટ્રક લઇને ચોરી કરવા આવે છે ત્યાં સુધી પોલિસને ગંધ પણ નથી આવતી, અને લપડાક મારીને ચોરીની ઘટનાને આસાનીથી અંજામ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે.મોડાસા શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા નગરજનો અને દુકાનદારોમાં ભારે ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે બીજીબાજુ પોલીસતંત્ર ફરિયાદ નોંધી તપાસ ચાલુ હોવાનું રટણ કરી રહી છે.

મોડાસા શહેર જાણે તસ્કરોના હવાલે કરી દેવાયું હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે, છાશવારે બનતી ચોરીની ઘટનાઓથી હવે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.મોડાસાના હજીરા વિસ્તારમાં તસ્કરોએ અજય સેલ્સ અને એપીએસ સેલ્સ એન્ડ સર્વિસ નામની બે  દુકાનોને નિશાન બનાવીને બે લાખ જેટલો મુદ્દામાલ ઉઠાવીને લઇ ગયા હતા એટલું જ નહીં, તસ્કરો જાણે બેફામ રીતે ચોરી કરવાનો પરવાનો મળ્યો હોય તેમ ટ્રક લઇને આવે છે, પણ પેટ્રોલિંગ કરતી પોલિસ પણ મુકદર્શક બનતી હોય તેવું લાગ્યું સતત બની રહેલી ચોરી-લૂંટ ની ઘટનાના પગલે લાગી રહ્યું છે હજીરામાં આવેલી ઓટો ઇલેક્ટ્રિકની દુકાનમાંથી તસ્કરોએ પચ્ચીસ બેટરી સહિત ગાડીના સેલ,ડાયનામાં સહિતનો મુદ્દામાલ ચોરી કરીને આસાનીથી લઇ ગયા હતા.

હજીરા વિસ્તારમાં ત્રણ જેટલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે,ત્રણેય તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા,, તસ્કરો પણ હવે ડિજિટલ બની ગયા હોય તેમ સાધન-સામગ્રી સાથે સજ્જ થઇને આવે છે,, એટલું જ નહીં દુકાનોની બહાર લાગેલા સીસીટીવી કેમેરાને પણ તસ્કરો ફેરવી દીધા હતા, ત્યારબાદ દુકાનમાં પ્રવેશ્યા હતા .હવે સવાલ એ થાય છે કે, રાત્રીના સમયે તસ્કરો ટ્રક લઇને આવે છે, અને પેટ્રોલિંગ કરતી પોલિસની નજર કેમ નથી પડતી, જો પોલિસ પેટ્રોલિંગ કરતી હોય તો તસ્કરો ટ્રક લઇને ચોરી કરવા કેવી રીતે આવે તે પણ સવાલ છે,, હાલ તો આરામ કરતી પોલિસ રાજમાં તસ્કરોને મોજ પડી ગઇ હોય તેવું લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.