Western Times News

Gujarati News

S.S.C અને H.S.C.ની પરીક્ષા કેન્દ્રોના મકાન તથા કંપાઉન્ડની આસપાસના ૧૦૦ મીટર વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

Files Photo

પાટણ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો તથા તેની આસપાસ તા.૦૫ માર્ચથી ૨૧ માર્ચ સુધી સવારે ૧૦થી સાંજના ૦૬.૩૦ વાગ્યા દરમ્યાન અસામાજીક તત્વો કે અનધિકૃત વ્યક્તિઓ દાખલ થઈ શકશે નહીં  

વિદ્યાર્થીઓ ગેરરીતી કરવાના પ્રલોભનમાં દોરવાયા સિવાય પરીક્ષા આપી શકે તથા પરીક્ષા નિરીક્ષકો કોઈપણ જાતના ભય કે ત્રાસ વગર નિરીક્ષણ કાર્ય કરી શકે તે માટે કરાયો હુકમ

માહિતી બ્યુરો,પાટણ:પાટણ જિલ્લામાં આવેલા કેન્દ્રો પર લેવાનાર એચ.એસ.સી. તથા એસ.એસ.સી. ની પરીક્ષાનું શાંતી, સરળતા અને સ્વાભાવિક રીતે પાલન થાય અને પરીક્ષાર્થીઓ શાંતિથી એખલાસભર્યા વાતાવરણમાં કોઈપણ જાતની ગેરરીતી કરવાના પ્રલોભનમાં દોરવાયા સિવાય પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા નિરીક્ષકો કોઈપણ જાતના ભય કે ત્રાસ વગર નિરીક્ષણ કરી શકે તે માટે શાંતિ અને સલામતી જાળવવાના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

 અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.ડી.પરમાર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ મળેલી સત્તાની રૂએ તા.૦૫/૦૩/૨૦૨૦ થી તા.૨૧/૦૩/૨૦૨૦ સુધીના રોજ યોજાનાર એસ.એસ.સી. તથા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની એચ.એસ.સી.ની પરીક્ષા માટે પાટણ જિલ્લામાં આવેલા તમામ પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષા સ્થળોના મકાનો તથા તેના કંપાઉન્ડની આસપાસના ૧૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં કોઈ અસામાજીક તત્વો કે અનઅધિકૃત વ્યક્તિ કે વ્યક્તિઓએ દાખલ થવા તથા પરીક્ષાની કામગીરીમાં દખલગીરી ઉભી કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે.

વધુમાં જાહેરનામામાં જણાવ્યા અનુસાર એસ.એસ.સી. તથા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની એચ.એસ.સી.ની પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓ, પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ, પરીક્ષાની કામગીરી માટે અધિકૃત કરાયેલા આ કામગીરીમાં રોકાયેલા સરકારી અધિકારી અને કર્મચારીઓ તથા પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અને પાટણ, સિદ્ધપુર, સમી અને રાધનપુરના સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી હુકમ કરે તે વ્યક્તિઓને સદરહું આદેશ લાગુ પડશે નહીં.

સદરહું હુકમના કોઇપણ ખંડનો ભંગ કરનાર ઉલ્લંઘન કરનાર શખ્સ સામે લેખિત ફરીયાદ નોંધાવવા પાટણ જિલ્લામાં ફરજ બજાવતા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યા છે. જાહેરનામામાં દર્શાવેલા કોઇપણ ખંડનો ભંગ કરનાર ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.