Western Times News

Gujarati News

અમદાવાદમાં તોફાની પવન સાથે માવઠું

અમદાવાદ:અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ હવામાનમાં પલટાની Âસ્થતિ વચ્ચે રહેતા લોકોમાં આની ચર્ચા રહી હતી. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ હળવો વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં આજે મોડી સાંજે તોફાની પવન સાથે વરસાદ થયો હતો.

દક્ષિણ-પક્ષિમ રાજસ્થાન પર સર્જાયેલી પરિણામ સ્વરૂપે આ વરસાદ થયો છે. એસોસિએટ સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પ્રવર્ત રહી છે. આંશિક વાદળછાયુ વાતાવરણ દિવસ દરમિયાન રહ્યા બાદ અમદાવાદ શહેરમાં મોડી સાંજે તોફાની પવન સાથે વરસાદ થયો હતો. જેથી ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી બાજુ સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૪૮ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદના ગાળામાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થઈ શકે છે.


આજે અમદાવાદમાં મોડી સાંજે વરસાદના લીધે ઓફિસથી ઘરે જતા મોડી સંખ્યામાં લોકો પલડી ગયા હતા. ઈન્ફેક્શન ગ્રસ્ત સિઝન હોવાથી આ સિઝનમાં હાલ સાવચેતી રાખવાની જરૂર દેખાઈ રહી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૦.૮ અને લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૨૯ થી ૩૨ ડિગ્રી વચ્ચે રહ્યો હતો. આજે પણ આંશિક વાદળછાયુ વાતાવરણ હોવા છતાં લોકોએ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ કર્યો હતો.

ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં અને ખાસ કરીને બનાસકાંઠા, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ થઇ કે છે. હવામાનમાં ફરી એકાએક પલટાની  સ્થિતિ  જાવા મળી રહી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી રહી શકે છે. આનો મતલબ એ થયો કે આજની સરખામણીમાં આવતીકાલે વધુ પ્રમાણમાં ગરમી જાવા મળી શકે છે. માર્ચ મહિનાની શરૂઆતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવતા લોકોમાં આશ્ચર્યનું મોજુ ફેલાઈ ગયું છે.

બેવડી સિઝનના અનુભવ અમદાવાદ શહેરમાં લોકો કરી રહ્યા છે જેથી નાના બાળકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના શિકાર થઇ રહ્યા છે.  નિષ્ણાત તબીબોના કહેવા મુજબ બહારની વસ્તુઓને ટાળવાની જરૂર છે. સાથે સાથે ગરમ ચીજાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં જુદા જુદા ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે જેમાં પેટના દુખાવાની ફરિયાદ મોટાભાગના લોકો કરી રહ્યા છે. આના માટે ફુડ પોઇઝિંનિંગની ફરિયાદો ઉઠી રહી છે. માવઠાના કારણે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જીરૂ સહિત ઉભા પાકને વ્યાપક નુકશાન થતા ખેડૂતો ચિંતીત બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.