ભરૂચમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, અષાઢી બીજના આજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રા સાથે નાગરિકોને દર્શન આપવા તેમના દ્વારે પહોંચવા માટે નગરચર્યાએ નીકળ્યા છે.ત્યારે ભરૂચ માં પણ આશ્રય સોસાયટી સ્થિતિ આવેલ મંદિરે થી પણ ભગવાન જગન્નાથ ની રથયાત્રા ને લઈ સવાર થી પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો અને બપોરે ભક્તોએ રથ ખેંચી રથયાત્રા નું પ્રસ્થાન કરાવ્યું હતું.
આજના દિવસ ની એટલે કે અષાઢી બીજ ના દિવસ ને પવિત્ર દિવસ માનવામા આવે છે અને આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે મુર્હત જોવાતું નથી ત્યારે ભગવાન જગન્નાથ,મોટા ભાઈ બલરામ ને બહેન સુભદ્રા નગરચર્યા એ નગર જનો ના ખબર અંતરે નીકળતા હોય છે.ત્યારે અષાઢી બીજ ના દિવસે ભરૂચ ની આશ્રય સોસાયટી સ્થિત આવેલ ઉડિયા સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથ ની ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવતા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ માં યોજાઈ તે માટે વહેલી સવાર થી જ ભગવાન જગન્નાથ ના મંદિર તથા સમગ્ર રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
આશ્રય સોસાયટી સ્થિત આવેલ ભગવાન જગન્નાથ મંદિરે થી એક જ રથમાં ભગવાન જગન્નાથ,મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ને બીરાજમાન કરી રથ ને રસ્સા વડે ખેંચી રથયાત્રા નો પ્રારંભ કરાવ્યો હતો.જે રથયાત્રા માં હજારો ભક્તોએ જય રણછોડપમાખણ ચોરપના નાદથી ગુંજી ઉઠતા સમગ્ર વાતવરણ ભક્તિ મય બન્યું હતું.રથયાત્રા આશ્રય સોસાયટી થી નીકળી સોસાયટી, અપનાઘર સોસાયટી, નંદેલાવ રોડ થઈ શ્રવણ ચોકડી, શક્તિનાથ થઈ કલેકટર કચેરી થી પરત ભગવાન જગન્નાથ ના મંદિરે સંપન્ન થઈ હતી જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહીત મહાપ્રસાદી ના પણ આયોજનો કરવામાં આવ્યા હતા.
તો બીજી તરફ ફુરજા બંદર સ્થિત અતિ પ્રાચીન અને અંદાજીત ૨૫૦ વર્ષ પુરાણા ભગવાન જગન્નાથ ના મંદિરે શ્રી સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા પણ ભગવાન જગન્નાથ ની રથયાત્રામહોત્સવ નું આયોજન કરવામાં આવે છે.જે પરંપરા મુજબ એક રથ માં ભગવાન જગન્નાથ,બીજા રથ માં ભાઈ બલરામ જયારે ત્રીજા રથ માં બહેન સુભદ્રા ને બીરાજમાન કરી રથ ને પ્રસ્થાન કરાવવામાં આવે છે.જે ત્રેણય રથ ચાર રસ્તા થઈ કતોપોર દરવાજા સ્થળે પહોંચતા રથયાત્રા ને મુસ્લીમ સમાજ દ્વારા સ્વાગત કરી રથયાત્રા માં રહેલા ભક્તો નું પણ ફૂલો થી સ્વાગત કરી રથયાત્રા ને આગળ પ્રસ્થાન કરાવી કોમી એકતા ના દ્રશ્યો જોવા મળે છે.જે સમગ્ર ત્રેણય રથ કોઠી રોડ થઈ વિવિધ રૂટો ઉપર થી પસાર થતાં શહેરીજનો એ પણ નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથ,મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું ફૂલો થી સ્વાગત કરી રથ ને આગળ ધપાવતા ભરૂચ ભક્તિમય બની ગયું હતું. સમગ્ર ભરૂચ શહેર માં રથયાત્રા મહોત્સવ શાંતિપૂર્ણ માહોલ માં સંપન્ન થઈ હતી.*