Western Times News

Gujarati News

અલાહાબાદમાં મોરારીબાપુએ સંપન્ન કરાવ્યાં 95 સમૂહ લગ્ન–

16 મિનિટની લગ્નવિધિથી જ બાપુએ વંચિત સમાજને પહોંચાડ્યો કરુણા પ્રસાદ–

વેળાવદર:પૂ.મોરારીબાપુની કરુણા વંચિત, પીડિત સુધી હંમેશા પહોંચતી રહી છે.માનસ અક્ષયવટ શિર્ષકથી અલાહાબાદમાં ગાન થઈ  રહેલી રામકથાના આઠમા દિવસે વ્યાસપીઠની સાક્ષીએ 7 -3 -20  શનિવારના રોજ સમૂહ લગ્ન સંપન્ન થયાં વિગતો મુજબ “માનસ અક્ષયવટ “અલ્હાબાદ રામકથા ના યજમાન શ્રી મદનલાલ પાલીવાલ ના સુપુત્રીના લગ્ન રામકથા ના ચોથા દિવસે વ્યાસપીઠની સાક્ષીએ યોજાયાં હતાં.

ત્યારે પૂ.બાપુએ એક એવી મનોકામના વ્યક્ત કરી કે સમાજના વંચિત પીડિત સમાજની દીકરીઓના આ કથા દરમ્યાન હાથ પીળા કરાવી શકીએ તો રૂડો અવસર નિર્માણ થશે. આ વાતને વધાવી લીધી અને લગ્નની નોંધણી શરૂ થઇ માત્ર ચાર-પાંચ દિવસમાં 95 લગ્નની નોંધણી થઇ.તેમા એક મુસ્લિમ,એક ગણિકાકન્યા અને બાકીના અતિ પછાત ઉત્તરપ્રદેશ તથા આસપાસના યુગલો હતાં. શનિવારના રોજ વ્યાસપીઠની સાક્ષી આ સમૂહ લગ્ન માત્ર ૧૬ મિનિટમાં મંગલાષ્ટકના ગાન સાથે સંપન્ન કરવામાં આવ્યાં. પૂજ્ય મોરારીબાપુ અંધશ્રદ્ધા અને રૂઢિગત માન્યતાઓને કદી મહત્વ આપતાં નથી. જોગાનુજોગ સાંપ્રત સમય હોળાષ્ટકનો ચાલી રહ્યો છે. તો પણ લગ્ન વિધિ સુચારુ રીતે આયોજિત થઇ.

 સંતકૃપા સેવા સંસ્થાન તરફથી વરને રૂપિયા 25000 કન્યાને રુ.25000 અને ઘરેલુ રાચરચીલા માટે રૂપિયા 25000 મળીને કુલ 75000 એક યુગલને રામપ્રસાદ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યાં. આજની આરતીમાં આ બધાં નવવિવાહિતોએ ધર્મલાભ લીધો. અત્રે પણ નોંધવું રહ્યું કે બે દિવસ પહેલાં જ આ કથામાં એક દલિત યુવાને પોતાના ઘરનો પ્રસાદ ગ્રહણ કરવા પૂજ્ય બાપુને લેખિત વિનંતી મોકલી હતી. બાપુએ આ આમંત્રણનો સ્વીકાર કરી તેનો ભિક્ષા પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તે તેમની અંતિમ માણસ સુધી જવાની કરુણા દર્શાવે છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.