Western Times News

Gujarati News

કોરોના ઈફેક્ટઃ ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઇ શકે ઘટાડો

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં 10% સુધીનો ઘટાડો નોંધાયા પછી અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આગામી મહિને ભારતમાં પેટ્રોલિયમ પેદોશોની કિંમતમાં ત્રણથી ચાર રુપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થશે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ OPEC દેશો દ્વારા ઉત્પાદનમાં કાપ ન મૂકવાના નિર્ણયને લીધે આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ પહેલા OPECઅને એના મિત્ર દેશો વચ્ચે થયેલી બેઠકમાં ક્રૂડ પ્રોડક્શન પર કાપ મુદ્દે ખાસ નિર્ણય લેવાયો ન હતો.   બીજ તરફ US WTIના ભાવમાં 10.07% અને Brent Crude Oilના ભાવમાં પણ 9.4%નો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે ઘટાડા પછી US West Texax Intermediate (WTI)નો ભાવ 41.28 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો હતો, જે ઓગસ્ટ 2016 પછી સૌથી નીચેનું સ્તર છે.

જ્યારે Brent Crude Oilના ભાવમાં ઘટાડા પછી પ્રતિ બેરલની કિંમત 45.27 ડોલર આવી પહોંચી હતી, જે જૂન 2017 પછીનું સૌથી નીચો ભાવ હતો.  આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાની સીધી અસર ડોમેસ્ટિક માર્કેટમાં જોવા મળશે. જોકે ભારતમાં આ વર્ષ દરમિયાન અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 4 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં  4.15 પ્રતિ લીટરનો ઘટાડો આવી ચૂક્યો છે. નિષ્ણાંતના અનુમાન મુજબ જો ડોલરની સરખામણીએ રુપિયામાં તેજી આવે તો ભારતના બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 3-4 રુપિયા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.