Western Times News

Gujarati News

ગુજરાત યુનિ. કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું

સેનેટની ૧૦ અને વેલફેરની ૧૪ બેઠકો માટે વહેલી સવારથી જ મતગણતરીનો પ્રારંભ : એબીવીપી અને એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓએ જીતના કરેલા દાવા

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં વેલફેર અને સેનેટની ગઈકાલે યોજાયેલી ચૂંટણી બાદ આજે સવારથી જ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી નેતાઓ ઉમટી પડયા હતાં પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે યુનિવર્સિટી કેમ્પમાં આવેલા ભાષા ભવનમાં મતગણતરીનો પ્રારંભ થઈ રહયો છે અને બપોર સુધીમાં પરિણામ સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા છે છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી યોજાતી ન હતી અને આ વખતે ભારે રસાકસી ભર્યાં વાતાવરણમાં ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ અને ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા સઘન પ્રચાર કરવામાં આવ્યો હતો અને બંને પક્ષોએ જીતના દાવા કર્યાં હતાં.

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતાઓની છેલ્લા કેટલાક વર્ષોથી ચૂંટણીઓ યોજાતી ન હતી પરંતુ આ વખતે સેનેટની ૧૦ બેઠક અને વેલફેરની ૧૪ બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો જેના પગલે બે મુખ્ય હરીફ વિદ્યાર્થી પાંખો એનએસયુઆઈ અને એબીવીપી દ્વારા છેલ્લા કેટલાક સમયથી સઘન ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી પાંખની ચૂંટણીમાં મારામારીના વરવા દ્રશ્યો સર્જાતા હોય છે જેના પગલે પોલીસ પણ એલર્ટ હતી અને તમામની ઉપર નજર રાખવામાં આવી રહી હતી ગઈકાલે યોજાયેલા મતદાન દરમિયાન તમામ મતદાન કેન્દ્રોની આસપાસ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેના પગલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું.

મતદાન પુર્ણ થયા બાદ મતપેટીઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં લાવવામાં આવી હતી અને આજે સવારથી જ મતગણતરીનો પ્રારંભ થવાનો હતો. ગુજરાત યુનિ. કેમ્પસમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સવારથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પમાં બે એસીપી, ૧ ડીસીપી, પ પોલીસ ઈન્સ્પેકટર, ર૦ પીએસઆઈ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા હતાં. મતગણતરી શરૂ થાય તે પહેલા જ બંને જૂથના નેતાઓએ જીતનો દાવો કર્યો હતો. પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે નિયત સમય કરતા એક કલાક મોડી મતગણતરી શરૂ થઈ હતી.

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને મતગણતરી કેન્દ્રના ફરતે સશ† પોલીસ અધિકારીઓ તૈનાત કરી દેવાયા છે. ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં કેટલાક સ્થળોએ બંને જૂથના વિદ્યાર્થી નેતાઓ સામ સામે આવી જતા સામાન્ય બોલાચાલી થઈ હતી જાકે પોલીસ અધિકારીઓએ મામલો થાળે પાડયો હતો ત્યારબાદ મતદાન પૂર્ણ થયું હતું આજે સવારથી જ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે જેના પગલે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ઉત્તેજનાનો માહોલ જાવા મળી રહયો છે.

વિદ્યાર્થી પાંખની યોજાયેલી ચૂંટણીમાં બંને પક્ષોના અગ્રણીઓ પણ રસ દાખવતા હોય છે જાકે ખુલીને નેતાઓ બહાર આવતા નથી હોતા બંને પક્ષો દ્વારા દરેક કોલેજામાં ફરીને પ્રચાર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી નેતાઓ દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં

જાકે આ વખતે એક પણ સ્થળે અનિચ્છનીય બનાવ બન્યો હતો જેના પરિણામે પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો આજે મતગણતરીના પગલે વહેલી સવારથી જ ગુજરાત યુનિ. કેમ્પ ખાતે બંને પક્ષોના વિદ્યાર્થી નેતાઓ તથા ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે અને આ લખાય છે ત્યારે મતગણતરી ચાલુ છે. બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.