Western Times News

Gujarati News

ગુજરાતમાં કાલે પુનઃ માવઠાની આગાહી

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ: ગ્લોબલ વો‹મગની અસર વિશ્વભરના દેશોના વાતાવરણ પર પડી રહી છે ભારતમાં પણ વાતાવરણમાં આવેલા પલ્ટાના કારણે ગુજરાતમાં ફરી એક વખત માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે. ગઈકાલ મોડી સાંજથી જ જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ રહી છે અને રાજસ્થાન ઉપર વેસ્ટર્ન ડીસ્ટબનના કારણે તેની અસર ગુજરાતના વાતાવરણમાં થવાની છે અને આવતીકાલે ધુળેટીના દિવસે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં માવઠુ થવા ઉપરાંત ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે જેના પગલે ખેડૂતો વધુ ચિંતીત બન્યા છે.

દેશભરના વાતાવરણમાં છેલ્લા બે વર્ષથી અસામાન્ય ફેરબદલ જાવા મળી રહયો છે જેના પરિણામે કૃષિને વ્યાપક નુકસાન થઈ રહયું છે આ દરમિયાનમાં જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલથી જ ભારે હિમવર્ષા થઈ રહી છે અને ઠેરઠેર બરફ પડતાં સફેદ ચાદર છવાઈ ગઈ છે આ ઉપરાંત રાજસ્થાન સહિતના રાજયોમાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. રાજસ્થાનમાં છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત વેસ્ટર્ન ડીસ્ટર્બનના કારણે માવઠુ થઈ રહયુ છે. ગઈકાલથી જ ફરી એક વખત રાજસ્થાનમાં માવઠુ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

રાજસ્થાનમાં વેસ્ટર્ન ડીસ્ટર્બનની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડવાની છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના વાતાવરણમાં આવતીકાલ ધુળેટીના દિવસે પલ્ટો આવશે અને સવારથી જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આકાશ વાદળછાયુ બની રહેશે સાથે સાથે માવઠુ પણ થવાની આગાહી કરવામાં આવી છે.

બે દિવસ પહેલા જ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠુ થતાં કેરી, ઘઉં, જીરૂ સહિતના પાકોને નુકસાન થયું છે ત્યારે ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની દહેશત સેવાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલથી શરૂ થયેલી અભૂતપૂર્વ બરફવર્ષાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગુજરાતમાં માવઠાની સાથે સાથે ઠંડી વધવાની પણ શકયતા વ્યક્ત કરવામાં આવી છે જેના પગલે આવતીકાલથી ઠંડી વધવાની દહેશત વ્યકત કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.