મહીસાગર જિલ્લામાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ ઈમરજન્સીની સાથે પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું
લુણાવાડા: ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રશંસનીય સેવા આપતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા એ ગુજરાતમાં અકસ્માત અને ઈમરજન્સી વખતે ઈજાગ્રસ્ત અને બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા આજે ગુજરાતના લોકોની જીવાદોરી સમાન પુરવાર થઇ છે.
રાજ્ય સરકારે પ્રજાજનોને કપરા સમયે આરોગ્ય સારવાર તાત્કાલિક ઉપલબ્ધ થાય તેવા ઉમદા ભાવ સાથે શરુ કરેલી આ ૧૦૮ એમ્બ્યુલન્સ- ઈ.એમ.આર.આઈ સેવા હવે આપતકાલ માં લોકજીભે ચડી ગયેલુ માધ્યમ બની ગઇ છે. તેના સેવાવ્રતી કર્મયોગીઓને રાજ્યમાં ઇમરજન્સી મેડીકલ સેવાઓની ઉપેક્ષિત સ્થિતિમાં ગુણાત્મક અને આમૂલ પરિવર્તન લાવીને ૧૦૮ ઇમરજન્સી નેટવર્ક દ્વારા ગુજરાતે નિઃશુલ્ક, નિસ્વાર્થ અને વિશ્વસનીય ઇમરજન્સી માનવ સેવાની મિશાલ પૂરી પાડી દીધી છે.
તેથી જ ગુજરાતની લાડકી સેવા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ લાખોની સંખ્યામાં લોકોની મદદ કરી અને જરૂરીયાત મંદ લોકોને તાત્કાલીક મેડિકલ,પોલીસ અને ફાયર સેવાઓ આપીને લાખો લોકોના જીવ બચાવ્યા છે. જેથી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનું ઈમરજન્સીની સાથે પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ મહીસાગર જિલ્લામાં જોવા મળ્યું છે.
૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની પ્રમાણિકતાની વાત કરીએ તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઘાટાવાડા ગામે બાઈક સ્લીપ ખાતા એક્સીડન્ટ થયો હતો ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ મળતા તરત જ સંતરામપુર લોકેશન ની એમ્બ્યુલન્સ ને કેસ આપવામાં આવેલ હતો પાયલોટ હરીશભાઈ રાણા અને EMT અશોકભાઈ પટેલ એમ્બ્યુલન્સ લઈને નિકળી ગયા હતા. ત્યાં દર્દી રાકેશભાઈ ડામોર ઉંમર ૩૦ વર્ષને નોર્મલ ઇન્જરી જેવી ઈજાઓ થયેલ હતી. જેમને સારવાર અર્થે સંતરામપુર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
આ સમય દરમિયાન અંકે રૂપિયા ૧૪૦૦૦/- અને એક મોબાઈલ સ્થળ પર થી મળ્યા હતા જે તપાસ કરીને દર્દી રાકેશભાઈ ડામોરના સંબંધીને પરત કરવામાં આવ્યા હતા છે. તેટલે જ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ ઈમરજન્સીની સાથે પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ઉપસ્થિત સબંધીઓએ એ ૧૦૮ ની સરાહનીય કામગીરી અને પ્રમાણિકતાની પ્રસંશા કરી હતી.