Western Times News

Gujarati News

સ્માર્ટ સિટીની યાદી જાહેર: ગુજરાતના ત્રણ શહેરોને ટોપ ૧૦માં સ્થાન

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે ૧૦૦ સ્માર્ટ સિટીની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના ત્રણ શહેરોને ટોપ ૧૦માં સ્થાન મળ્યું છે. તેમાં અમદાવાદને ૨જો, સુરતને ૫મો અને વડોદરાને ૯મો ક્રમ મળ્યો છે. આ ઉપરાંત રાજ્યમાંથી દાહોદ, રાજકોટ, ગાંધીનગર અને દીવને પણ સ્માર્ટ સિટીની યાદીમાં સ્થાન મળ્યું છે. રાજકોટને ૪૩મો, ગાંધીનગરને ૫૦મો, દાહોદને ૫૯મો અને દીવને ૯૯મો ક્રમાંક મળ્યો છે. જ્યારે આ યાદીમાં ઉત્તરપ્રદેશનું કાનપુર પ્રથમ ક્રમાંકે છે.

કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટીના રેન્કિંગ જાહેર કર્યા હતા, જેમાં અમદાવાદ બીજા ક્રમાંકે આવ્યું છે, પહેલાં ક્રમાંકે આગ્રા છે. ગત વર્ષે અમદાવાદ પ્રથમ નંબર પર હતું પરંતુ આ વર્ષે ફંડ ટ્રાન્સફરમાં માર્ક્સ કપાતા અમદાવાદ બીજા ક્રમે ધકેલાયું છે. સુરતનો પાંચમો નંબર અને વડોદરા નવમાં ક્રમાંકે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટની અમલવારીમાં દેશના ૧૦૦ શહેરોમાં અમદાવાદ ૪૨.૪૫ માર્ક સાથે પ્રથમ નંબરે છે જ્યારે આગ્રાને ૪૧.૯૯ માર્ક મળ્યા છે પરંતુ ફંડ ટ્રાન્સફરમાં અમદાવાદને માત્ર ૬.૯૬ માર્ક મળ્યા છે જે આગ્રાની તુલનામાં ૫ જેટલા ઓછા છે.

આગ્રાને ૧૧.૧૮ માર્ક મળ્યા છે. તે જ રીતે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સ્માર્ટ સિટી અંતર્ગત મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટે અમદાવાદને ૧૩.૬૯ માર્ક મળ્યા છે જ્યારે આગ્રાને ૧૪ માર્ક મળ્યા છે. આમ અમદાવાદનો કુલ સ્કોર ૬૭.૬૨ છે જ્યારે આગ્રાનો ૭૩.૧૭ છે. ફંડ ટ્રાન્સફર કરવામાં મ્યુનિ.ની કે રાજ્ય સરકારની ચૂક છે કે કેમ તે અંગે અધિકારીઓ કંઈ પણ કહેવા તૈયાર નથી. જોકે અમદાવાદ મ્યુનિ. સ્માર્ટ સિટી હેઠળ મૂકેલા મોટાભાગના તમામ પ્રોજેક્ટ પ્રગતિમાં હોવાને કારણે તેમાં સૌથી વધુ માર્ક્સ મળ્યા છે. યાદી અનુસાર જાઇએ તો ક્રમ શહેર સ્કોર અનુક્રમે આ પ્રમાણે છે ૨ અમદાવાદ ૬૭.૬૨,૫ સુરત ૫૮.૯૫,૯ વડોદરા ૫૩.૮૧, ૪૩ રાજકોટ ૩૬.૯૬,૫૦ ગાંધીનગર ૩૩.૭૫,૫૯ દાહોદ ૨૯.૯૮,૯૯ દીવ ૮.૭૨ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.