Western Times News

Gujarati News

રાણીપ લૂંટ દરમિયાન રીક્ષા પલટી ખાતા લુંટારૂઓ દબાયા

અમદાવાદ: રીક્ષાગેંગ દ્વારા મુસાફરોને રીક્ષામાં બેસાડીને અવાવરુ સ્થળે લઈ જઈ લુંટ કરવાની ઘટનાઓ હવે સામાન્ય બની છે આ  પરિસ્થિતિમાં રાણિપ વિસ્તાર ગતરાત્રે કાલુપુર ખાતેથી ગોતા જવા નીકળેલાં યુવાનને રીક્ષામાં બેસાટી ચાલુ રીક્ષાએ લુટ કરવા જતા યુવાને તેમનો પ્રતિકાર કર્યો હતો જેના યુવાને તેમનો પ્રતિકાર કર્યો હતો જેના પગલે ચાલકે બેલેન્સ ગુમાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને બે લુટારૂ રીક્ષા નીચે દબાવી ગયા હતા જ્યારે ચાલક લુટ કરીને નાસી છુટ્યો હતો યુવાને બુમાબુમ કરતાં ભીડ એકત્ર થઈ હતી જેના પગલે પોલીસ પણ આવી પહોચતાં લુટારૂઓને ઝડપી લેવાયા હતા.

સૌરભભાઈ મૂળ યુપીમાં રહેવાસી છે અને હાલ ખાતે આવેલી એક ફેક્ટરીમાં સુપરવાઈઝર તરીકે કાર્યરત છે અને ત્યાજ રહે છે ગઈકાલે તે મેઘાણીનગર ખાતેથી કપડાં ખરીદીને ઘરે પરત ફરવા કાલુપુર રેલ્વે સ્ટેશન આગળ પહોચ્યા હતા ત્યારે રાતના સુમારે અગાઉ જ પેસેન્જર સાથે આવેલી રીક્ષા ચાલકે તેમના ગોતાના ૩૦ રૂપિયા કરી બેસાડીયા હતા. બાદમાં ચાલકે રીક્ષા વાડજ અખબારનગર તરફ લેતાં સૌરભભાઈ પુશ્ન કરી હતી જા કે મુસાફર ઉતારવાના છે

તેવુ બહાનું બનાવી ચાલકે રીક્ષા ચલાવે રાખી હતી દરમિયાન એક સ્થળે રીક્ષા ઉભી રાખ્યા બાદ બંને મુસાફરો તેમની આસપાસ ગોઠવાયા હતા અને થોડી જ વારમા એક ઈસમે તેમના ગળે ચાકુ રાખીને જે કાઈ હોય આપી દે જણાવ્યુ હતુજા કે ચપ્પુ વાગવા છતા સૌરભભાઈ તેમનો પ્રતિકાર કરતા ચાલકે રીક્ષાની ઝડપ વધારી હતી દરમિયાન ઝપાઝપી થતા બેલેન્સ ગુમાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી જેના પગલે ડ્રાઈવર સૌરભભાઈ સામાન ફોન રૂપિયા લુટી ભાગી ગયો હતો જ્યારે બે લુટારૂ રીક્ષા સામે દબાઈ ગયા હતા.

રીક્ષામાં પલટી મારતા સૌરભએ બુમાબુમ કરી મુકતા રાહદારીએ એકત્ર થયા હતા જ્યા સૌરભે ઘટના વર્ણવતા કોઈએ ૧૦૮ અને પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોચી હતી બને શાહનવાઝ તથા આફતાબ નામના લુટારૂને રીક્ષા નીચેથી કાઢી સારવાર આપીને કસ્ટડીમાં લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.