Western Times News

Gujarati News

અમદાવાદમાં લાલ બસો ખાલીખમની સ્થિતિમાં  

પ્રતિકાત્મક

પેસેન્જરોમાં ઘટાડોઃસવારની બસોમાં ભીડ ઘટીઃકોરોના સામે લોકસહકાર-વહીવટી તંત્રની ખભેખભા મિલાવી ટક્કર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોના વાઈરસની વ્યાપક અસર ધીમે ધીમે જનજીવન પર વર્તાઈ રહી હોવાના દ્રષ્યો નજર સમક્ષ જાવા મળી રહ્યા છે. સામાન્ય રીતે સવારના સમયે જે પ્રકારની ભીડભાડ જાહેર સ્થળોએ બસમાં જાવા મળતી હતી તેમાં મહદ્દઅંશે ઘટાડો જાવા મળી રહ્યો છે. ખાસ કરીને શાળા-કોલેજામાં રજા જાહેર કરતાં જ જાહેર પરિવહન નિગમની બસોમાં ભીડભાડ ઓછી જાવા મળી રહી છે. એટલું જ નહી જાણે કે સવારની ૯ વાગ્યાની બસોમાં જે ભીડ કે ગીર્દી જાવા મળતી હતી તેમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે. બસો ખાલી ખાલી દોડી રહી છે. સીટીંગ પેસસેન્જર માંડ જાવા મળે છે. ખાસ તો યુનિવર્સિટીથી ઉપડતી બસો સાવ ખાલીખમ ભાસી રહી છે.


યુનિવર્સિટીથી બેસતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સંખ્યા નહીં મળતા સવારની બસો કંડકટર-ડ્રાઈવર સાથે ખાલી દોડતા તંત્ર ચિતીત થઈ ગયુ છે. તદુપરાંત , મોલ્સ, મલ્ટીપ્લેક્ષ, જીમની અંદર પણ લોકોનું આવવા-જવાનું બંધ થતાં જ સન્નાટા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે. જા કે કોરોનાને લઈને લોકોમાં ડર નથી પણ જાગૃતિ અવશ્ય આવી ગઈ છે. તેમ છતાં બહોળો વર્ગ હજુ પણ સરકારી ગાઈડલાઈનોને અનુસરતા નથી એવું પણ જણાઈ રહ્યુ છે.

ખાસ કરીને શરદી-ખાંસીના દર્દીઓએ મોંઢા પર માસ્ક અગરતો રૂમાલ બાંધીને રાખવો જરૂરી છે. એવી જ રીતે બહારથી આવ્યા પછી સાબુ-સેનિટાઈઝેશથી હાથ ધોવાની પ્રથા શિખતા સમય જશે. તેમ લાગી રહ્યુ છે. વહીવટી તંત્રની કામગીરી પ્રશસનીય છે. વિશાળ વસ્તી ધરાવતા દેશમાં છેક તળીયા સુધી પહોંચીને કામ કરતા તમામ અધિકારીઓ- કર્મચારીઓ-ડોક્ટર્સ તથા પેરામેડીકલ સ્ટાફ સહિત સૌ કોઈ ધન્યવાદને પાત્ર છે.

લોક સહકાર અને વહીવટીતંત્ર ખભેખભા મિલાવીને જાણે કે કોરોના વાઈરસ સામે ટક્કર ઝીલી શકાય છે. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ દેશમાં જાવા મળી રહ્યુ છે. હજુ પણ કોરોના વાયરસ તેના ત્રીજા તબક્કામાં પ્રવેશશે ત્યારે ખતરનાક સ્થિતિનું  નિર્માણ થઈ શકે છે તેમ વિશ્વકક્ષાની આરોગ્ય સંસ્થાઓ અને તજજ્ઞો જણાવી રહ્યા છે એવા સંજાગોમાં ‘ચેતતા નજર સદા સુખી’ ઉક્તિને  લક્ષ્યમાં લઈને સરકારની હેલ્થને લગતી ગાઈડ લાઈનને અનુસરવું જ હિતાવહ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.