Western Times News

Gujarati News

ઉત્તર ઝોનમાં મ્યુનિ. તંત્રનું મેગા ઓપરેશન

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા બનાવવામાં આવી રહેલી ફુટપાથોના કારણે રસ્તાઓ સાંકડા થઈ ગયા છે ત્યારે આજે શહેરના ઉત્તર ઝોનમાં મ્યુનિ. કોર્પો. તથા શહેર પોલીસતંત્ર દ્વારા સવારથી જ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે

જેના પગલે દબાણ તથા રસ્તા પર પડેલા વાહનોને ટ્રોઈંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનની આ કામગીરી સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે અને કોર્પોરેશનની કામગીરી સામે સવાલો પણ ઉઠી રહયા છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ગુજરાત હાઈકોર્ટે કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા જેના પગલે મ્યુનિ. કોર્પો.નું તંત્ર સફાળુ જાગ્યુ હતું શહેરમાં અગાઉ ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ યથાવત સ્થિતિ જાવા મળતી હોય છે આ દરમિયાનમાં મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા શહેરમાં ફુટપાથ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે

જેના પરિણામે આંબાવાડી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ સાંકડા કરવામાં આવતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે તેમ છતાં કોર્પોરેશન દ્વારા આ કામગીરી યથાવત રાખવામાં આવી છે. પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે રસ્તો કાપી ફુટપાથ બનાવવામાં આવતા દિવસભર ટ્રાફિક જામ જાવા મળી રહયો છે જેના પગલે વાહનચાલકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે. આ દરમિયાનમાં ફરી એક વખત શહેરમાંથી ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે મ્યુનિ. કોર્પો.નું તંત્ર સફાળુ જાગ્યું છે.

શહેરના ઉત્તર ઝોનમાં આવેલા સરદારનગર, નરોડા, અને ઠક્કરબાપાનગર વિસ્તારમાં મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ વિસ્તારોમાં મોટાપાયે દબાણો જાવા મળ્યા હતા જેના પગલે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી મીટીંગોનો દોર ચાલ્યો હતો અને તેમાં દબાણો દુર કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આ મેઘા ડ્રાઈવ શરૂ કરવા માટે મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ શહેર પોલીસતંત્રના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી અને આખરે મેગા ઓપરેશનનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

મ્યુનિ. કોર્પો. તંત્ર તથા પોલીસતંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા ડ્રાઈવ શરૂ કરવાનું નકકી કરાયું હતું. ગઈકાલે મોડી સાંજ સુધી અધિકારીઓની મળેલી સંયુકત રીતે બેઠકમાં જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી અને તેઓને જેસીબી મશીન સાથે સજ્જ કરવામાં આવી હતી આ તમામ ટીમો સાથે સશ† પોલીસ જવાનો પણ ફાળવવામાં આવ્યા હતા.

મેગા ડ્રાઈવ માટે વહેલી સવારથી જ કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓની ટીમો ઉત્તર ઝોનમાં આવેલા સરદારનગર, નરોડા તથા ઠક્કરબાપાનગર વિસ્તારના ઈન્ડીયા કોલોની રોડ પર પહોચી ગઈ હતી મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા રસ્તાઓ ઉપર કરવામાં આવેલા દબાણો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અચાનક જ ઉત્તર ઝોનમાં મોટાપાયે દબાણો દુર કરવાની કામગીરી શરૂ થતાં જ મોટી સંખ્યામાં નાગરિકો એકત્ર થઈ ગયા હતા અને લોકોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતાં કેટલાક વિસ્તારોમાં તંગદિલી પણ ફેલાઈ હતી પરંતુ પોલીસ અધિકારીઓએ પરિÂસ્થતિને થાળે પાડી દીધી હતી.

મ્યુનિ. કોર્પો. તથા પોલીસતંત્ર દ્વારા આજે સવારથી જ ઉત્તર ઝોનમાં શરૂ કરાયેલી મેગા ડ્રાઈવમાં દબાણો દુર કરવા ઉપરાંત રસ્તા પર પાર્ક થયેલા વાહનોને પણ ટ્રોઈંગ કરવામાં આવ્યા હતાં એક બાજુ પોલીસતંત્ર વાહનો ટ્રોઈંગ કરી રહયા હતા પરંતુ કોર્પોરેશનનું તંત્ર પા‹કગની જગ્યા ખુલ્લી કરી શકયું નથી જેના પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહયા છે અને રસ્તા પર વાહનો પાર્ક કરવા મજબુર બન્યા છે જેના પરિણામે કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અન્ય વિસ્તારોમાં પણ મેગા ડ્રાઈવ કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.