Western Times News

Gujarati News

સારૂ કામ મળે તો દેશી દારૂ ગાળવાનું અને વેચાણનું  કામ બંધ કરવા તૈયાર”

મોડાસાના છારાનાગર ગામના પરિવારોના મનની વાત 

 અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના જીવણપૂર નજીક આવેલા છારાનગરમાં ગળાતા દેશી દારૂની ખુશ્બૂ સમગ્ર રાજ્યમાં પ્રસરેલી હોવાથી દેશી દારૂના રસિકોમાં મોટી માંગ રહે છે છારાનગરમાં દેશી દારૂ ગાળવાનો જાણે ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો હોય તેમ મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રો.ડીવાયએસપી ઈશ્વર પરમારે ચાર્જ સાંભળતાની સાથે છારાનગરમાં અને નદીની કોતરમાં ધમધમતી મોટા ભાગની દેશી દારૂની ભઠ્ઠીઓ નાશ કરી દીધી હતી છારાનગરમાં મોટેભાગે મહિલાઓ દેશી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી હોવાની માહિતી મહિલાઓ સંચાલિત અગમ ફાઉન્ડેશનને થતા મહિલાઓ છારાનગરમાં પહોંચી દારૂ ગાળવાની અને વેચાણ સાથે સંકળાયેલ પરિવારની મહિલાઓને મળતા તમામ મહિલાઓએ “સારૂ કામ મળે તો દેશી દારૂ ગાળવાનું અને વેચાણનું  કામ બંધ કરવા તૈયાર હોવાની” તેમની મનની વાત કરી  હતી

મોડાસા તાલુકાના છારાનગર ગામે અગમ ફાઉન્ડેશનની મહિલાઓ દ્વારા કાર્યક્રમ તેમજ જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામજનોને અને મહિલાઓને  દારૂબંધીના કડક કાયદા અંગે સમજાવવામાં આવ્યા હતા. મોટા ભાગના પરિવારો દારૂ બનાવવા તેમજ દારૂ ગાળવાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી  પરિવારોને દેશી દારૂનો વ્યવસાય છોડી અન્ય વ્યવસાય તરફ વાળવા માટે અગમ ફાઉન્ડેશન દ્વારા અહીંની મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. દેશી દારૂના ધંધાર્થે સંકળાયેલ     કેટલાય પરિવારો આવા વ્યવસાયને નવી પેઢીને આપવા નથી માંગતા કારણ કે, આનાથી બાળકોમાં યોગ્ય પરવરીશ તેમજ યોગ્ય શિક્ષણ આપી શકતા નથી

દેશી દારૂ ગાળવાના અને વેચાણ કરતી મહિલાઓએ અગમ ફાઉન્ડેશનની મહિલાઓ સાથે પોતાની આપવીતી સંભળાવતા જણાવ્યું હતું કે, તેઓ આ વ્યવસાયને તિલાંજલિ આપવા માંગી રહ્યા છે, જો તેઓને યોગ્ય કામ ઘેર બેઠા મળ શકે.  તેઓની પાસે કોઇ જમીન અથવા તો કોઇ એવો રોજગાર નથી કે જેનાથી તેઓ પોતાનું અને પોતાના પરિવારનું આસાનીથી ગુજરાન ચલાવી શકે, માટે મજબૂરીથી તેઓ આવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. અગમ ફાઉન્ડેશન દ્વારા ગામમાં મહિલાઓ સહિત પુરૂષોને આ પ્રકારના વ્યવસાયથી દૂર રહીને અન્ય કામ કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.
દરરોજ ૨૫૦ થી ૪૦૦ રૂપિયાની રોજીરોટી મળી રહેતો મહિલાઓ વંશ પરંપરાગત દેશી દારૂનો વેપલો છોડવા તૈયાર 
મોડાસા તાલુકાના જીવણપુર નજીક છરાનગર ખાતે રહેતા પરિવારોને આ વ્યવસાય છોડવો છે પરંતુ તેઓને યોગ્ય કામ નથી મળતું. મહિલાઓએ તો ત્યાં સુધી  કહ્યું કે, જો તેમને 250 થી 400 રૂપિયાનું કામ મળી રહે તો તેઓ દારૂના વ્યવસાયથી દૂર રહેશે. અહીં કેટલીક વિધવા મહિલાઓ છે અને એક બે પરિવારોમાં માત્ર મહિલાઓ જ કમાણી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. ત્યારે અહીંના ગ્રામજનોને તંત્ર દ્વારા કોઇ મદદ મળે તો દારૂના દૂષણથી તેઓ દૂર રહી શકે તેમ છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.