Western Times News

Gujarati News

તા. ૧૮ મી થી તા. ૨૫ મી માર્ચ સુધી SoU અને અન્ય સ્થળો પણ બંધ રહેશે

રાજપીપળા,  મંગળવાર : નર્મદા જિલ્લા કલેકટરશ્રી અને કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદારશ્રી મનોજ કોઠારીએ  રાજપીપળા કલેકટરાલય ખાતે જિલ્લાના પ્રિન્ટ-ઇલેકટ્રોનિક મિડીયાના માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આજે વિશ્વમાં ૧૫૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19)થી ફેલાતા રોગને WHO ધ્વારા મહામારી તરીકે જાહેર કરવામાં આવેલ છે, જેના અનુસંધાને ભારતમાં અને ગુજરાતમાં પણ અગમચેતીના ભાગરૂપે આગોતરા પગલા લેવામાં આવી રહયાં છે અને આ આગોતરા પગલાના ભાગરૂપે તા. ૧૮/૩/૨૦૨૦ થી તા. ૨૫/૩/૨૦૨૦ સુધી જિલ્લામાં કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવાનું જાહેર કરવામાં આવે છે. જે લોકોએ આ દિવસોમાં ઓનલાઇન બુકીંગ કરાવ્યું છે તે લોકોને તેમનું રિફંડ આપોઆપ મળી જશે અને તે માટે કોઇ અરજી કરવાની રહેશે નહિ.

જિલ્લા કલેકટરશ્રી કોઠારીએ વધુમાં જણાવ્યું હતું કે, તા. ૧૮/૩/૨૦૨૦ થી તા. ૨૫/૩/૨૦૨૦ સુધીમાં કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી  અને તેના જોવાલાયક અન્ય સ્થળો પણ બંધ રહેશે. તા. ૨૫ મી માર્ચ-૨૦૨૦ પછી જે તે પરિસ્થિતિને અનુલક્ષીને જરૂરી નિર્ણય લેવામાં આવશે.

શ્રી કોઠારીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો ભય- ફેલાવો થાય નહી અને તેના અગમચેતીના ભાગરૂપે દરેક ધાર્મિક સ્થળોને અહિંથી જિલ્લા કલેકટર કક્ષાએથી-જિલ્લા પ્રસાશન તરફથી જાણ કરવામાં આવી છે અને લોકો ભેગા ઓછા થાય અને કોઇક મોટું સંગઠન પણ ન થાય તે અંગે પણ ખાસ વિનંતી કરવામાં આવી છે. તમામ સરકારી કચેરીઓને-બેંકોને સ્વચ્છતા જાળવવા માટે અને કોઇ મોટો કાર્યક્ર ન કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે.

લાયબ્રેરી બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. અનિવાર્ય સંજોગોમાં વિધાર્થીઓ વાંચી શકે તેટલા પૂરતી તુમનુ સગવડ આપવાની છે. સ્નાનાગરો-સ્વીમીંગપુલ પણ બંધ રાખવાની સૂચના અપાઇ છે.   તાજેતરમાં થનારી નર્મદા પરિક્રમા સંદર્ભે પણ સંબંધિતો સાથે જિલ્લા પ્રસાશન સતત સંર્પકમાં છે અને નર્મદા પરિક્રમા પણ ડીલે(DELAY) કરવા માટે જિલ્લા પ્રસાશન તરફથી પ્રયાસો થઇ રહયાં છે. નર્મદા પરિક્રમા કરાવનાર સાથે સંર્પકમાં રહીને અત્યારે કોરોના વાઇરસનો જે ભય છે તેને લક્ષમાં લઇને અને મહારાષ્ટ્રમાંથી પણ શ્રધ્ધાળુઓ આવતા હોઇ, નર્મદા પરિક્રમા ન થાય તે વધુ ઇચ્છનીય હોવાનું પણ શ્રી કોઠારીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.