Western Times News

Gujarati News

કોરોના : મુંબઇમાં હવે લોકલ લાઇફલાઇન રોકવાની તૈયારી

મુંબઇ: ભારતમાં કોરોના વાયરસનુ સંકટ દિનપ્રતિનિ વધુને વધુ ઘેરુ બની રહ્યુ છે. નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં પોઝિટીવ કેસોની સંખ્યા વધી ૪૨ ઉપર પહોચી ગઇ છે. એકનુ મોત પણ મુંબઇમાં થયુ છે. હવે સાવચેતીના પગલારૂપે તમામ નિર્ણય કરવામાં આવી રહ્યા છે. મોટા ધાર્મિક સ્થળો અને પ્રવાસી સ્થળો પર લોકોની અવજરજવર પર બ્રેક મુકી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે કેસો વધી રહ્યા છે,

ત્યારે પુણે શહેરમાં આગામી ત્રણ દિવસ માટે બજારો અને દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પુણેમાં વાડા કિલ્લાને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના દગડુશેઠ હલવાઇ મંદિરને પણ કોરોના વાયરસના કારણે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુંબઇમા બીએમસી એ પ્રાઇવેટ કંપનીઓમાં ૫૦ ટકા કર્મચારીઓની હાજરીને ટાળવા માટેના આદેશ જારી કરી દીધા છે. આ નિયમ સીવેજ, પાણી, બેકિંગ, રેલવે, ખાવા-પીવા, હોસ્પિટલમાં  અને મેડિકલ સ્ટોર જેવી મહત્વપૂર્ણ સેવાઓ આપનાર પર લાગુ થનાર નથી. આ ઉપરાંત કસ્તુરબા,કેઇએ તેમજ સેવન હિલ્સ હોસ્પિટલની  આસપાસ પણ વાહનોની અવરજવરને ઘટાડી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ મુંબઇમાં લાઇફલાઇન સમાન ગણાતી ઉપનગરીય ટ્રેન સેવાને બંધ કરવામાં આવે તેવી હિલચાલ ચાલી રહી છે.

આને ન માનનાર લોકોની સામે કાર્યવાહી કરવામાં આવનાર છે. દેશની સાથે સાથે મુંબઇ અને મહારાષ્ટ્‌ના જુદા જુદા ભાગોમાં વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સક્રિય દેખાઇ રહ્યા છે. તેઓએ મહારાષ્ટ્રમાં કોરોનાની અસરને ઘટાડી દેવા માટે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની સાથે વાતચીત કરી છે. વિવિધ પગલા લેવા માટે સુચના પણ અલગ રીતે આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.