Western Times News

Gujarati News

સંજેલી મથકે શુક્રવારે ભરાતા હાટ બજાર પર હાલ પુરતો પ્રતિબંધ મુકાયો

હાટ બજાર મા ખરીદ વેચાણ માટે લોકો એકત્રિત થતાં કારોના વાયરસને ધ્યાને લઇ કાર્યવાહી કરાઇ .તલાટીસંજેલી .

પ્રતિનિધિ સંજેલી: રાજ્ય સરકારે કારોના વાઇરસને અટકાવવા સાવચેતીના ભાગરૂપે શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો હુકમ કરી દેવામાં આવ્યો છે જાહેરમાં થૂકવું ભીડવાળી જગ્યાએ એકઠું ન થવું જિલ્લા વહીવટી તંત્રની સૂચનાને ધ્યાને લઇ સંજેલી ખાતે દર શુક્રવારે ભરાતા હાટ બજાર હાલ પૂરતા મુલત્વી રાખવામાં આવ્યું છે
કારોના વાયરસને પગલે વિશ્વમાં અનેક દેશોમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે કારોના વાયરસને સંક્રમણ ને પ્રસરતો અટકાવવા ને લઈ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાટ બજાર સભા સરઘસ રેલી અને જાહેર મેળાનું આયોજન વગેરે બંધ રાખવા સૂચના તેમ જ મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય ભીડવાળી જગ્યાએ એકઠું ન થવું તેમજ જાહેર સ્થળે થૂંકવું નહીં  તેવી સૂચના મળતા જ સંજેલી પંચાયત સરપંચ કિરણ રાવત અને તલાટી વિજય રાઠોડ દ્વારા કારોના વાયરસ ની જિલ્લા વહીવટી સૂચનાને  ધ્યાને લઇ તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે વર્ષોથી ચાલતા  વિસ્તારમાં દર  શુક્રવારે ખરીદ વેચાણના માટે ભરાતા હાટ બજાર પર સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતો મુલતવી રાખવામાં માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.