Western Times News

Latest News from Gujarat

આઈનોક્સ સીવીએ નું શેલ એનર્જી ઇન્ડિયા સાથે એલએનજી વિતરણ માટે MoU

Ashwani Dudeja, Country Head, Shell Energy India (L) with Siddharth Jain, Director, INOX Group (R)

વર્ચ્યુઅલ પાઈપલાઈન વડે વધુ એલએનજી ઉપલબ્ધ થતાં  આ ભાગીદારી દેશમાં ગેસ આધારિત અર્થતંત્રને વેગ આપશે

મુંબઈ, ક્રાયોજીનીક લિકવીડ સ્ટોરેજ, વિતરણ અને રિ-ગેસ સોલ્યુશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપની આઈનોક્સ ઈન્ડીયા પ્રા. લિમિટેડે, રોયલ ડચ શેલની  સંપૂર્ણ માલિકીની પેટા કંપની શેલ એનર્જી  ઈન્ડીયા પ્રા. લિમિટેડ સાથે ગુજરાતમાં શેલના હજીરા (જિલ્લો –સુરત)  ટર્મિનલ ખાતેથી  રોડ માર્ગે એલએનજીનુ બજાર વિકસાવવા અને તેમાં સહયોગ માટે સમજૂતિના કરાર કર્યા છે.

આ સમજૂતિના કરારમાં  ગ્રાહકના સ્તરે લોજીસ્ટિક્સ અને પ્રાપ્ત કરવાની સુવિધા સહિતનુ પાઈપલાઈનથી જોડાયેલુ ના હોય તેવુ  વિતરણ ઈનફ્રાસ્ટ્રકચર વિકસાવી  ગ્રાહકને એલએનજી ઉપલબ્ધ કરવાનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થાથી દેશભરમાં ગ્રાહકોને કોમર્શિયલ અને ઔદ્યોગિક વપરાશકારોને સ્વચ્છ, ભરોસાપાત્ર અને ખર્ચમાં કરકસરયુક્ત એલએનજીનો વ્યાપ વધશે. આ સમજૂતિના કરારમાં હેવી ડ્યુટી ટ્રક્સ અને બસ માટે લાંબા ગાળે  એલએનજીનો પરિવહન માટેના બળતણ તરીકે માટે વ્યાપક બજાર વિકસાવવાનો સમાવેશ થાય છે.

શેલ એનર્જી ઈન્ડીયા (SEI) ગુજરાતમાં હજીરા ખાતે 5 મિલિયન મે. ટનની રિસિવીંગ સ્ટોરેજ અને રિગેસિફિકેશન ક્ષમતા ધરાવે છે અને આઈનોક્સ સાથેની ભાગીદારી શેલને એલએનજીને ઝડપથી વિસ્તરતા જતા સીટી ગેસ વિતરણના બજાર માટે તથા ઔદ્યોગિક ક્ષેત્ર માટે  ઓટો ફ્યુઅલ તરીકે પસંદગીનુ ઑટોફુએલ બની રહેશે.

આ સમજૂતિના કરાર અંગે જાહેરાત કરતાં આઈનોક્સ  ઈન્ડીયા પ્રાઈવેટ લિમિટેડના એકઝિક્યુટિવ ડિરેકટર શ્રી સિધ્ધાર્થ જૈને  જણાવ્યુ હતું કે “શેલ સાથે અમારી ભાગીદારીમાં ઓઈનોક્સના નવતર અને ભવિષ્યલક્ષી અભિગમ છે. એલએનજી એ સ્વચ્છ અને કરકસરયુક્ત બળતણ તો છે જ પણ સાથે સાથે સલામત અને ભરોસાપાત્ર પણ છે. અમને આનંદ છે કે અમારા સંયુક્ત પ્રયાસોને કારણે આ ગ્રીન  ફ્યુઅલ વધુ ઉપલબ્ધ બનશે. એક મોટી ગેસ આધારિત  ઔદ્યોગિક વ્યવસ્થા ભારતના અર્થતંત્રમાં સારી રીતે ઉભરી રહી છે. તે પર્યાવરણની સાથે  દેશ માટે સારી બાબત છે અને તમામ સહયોગીઓ માટે લાભદાયી બની રહેશે.”

આ પ્રસંગે વાત કરતાં  શેલ એનર્જી ઈન્ડીયાના કન્ટ્રી હેડ શ્રી અશ્વની દુદેજાએ જણાવ્યું હતું કે “અમે ટ્રક્સ મારફતે એલએનજીનુ વિતરણ કરવા માટે આઈનોક્સ સાથે કામ કરવા અને પાઈપલાઈન સાથે જોડાયેલા ના હોય તેવા ગ્રાહકોની વધતી જતી માંગ સંતોષવા માટે આશાવાદી છીએ. જમીનમાંથી નીકળતા  સૌથી  સ્વચ્છ બળતણની સીટી ગેસ વિતરણ ક્ષેત્ર, કોમર્શિયલ અને ઔદ્યોગિક ગ્રાહકોમાં હેવી ડ્યુટી ટ્રાન્સપોર્ટ માટેના બળતણ તરીકે  માંગ વધતી ચાલી છે. અમે આ નવા ક્ષેત્રમાં કામ કરતાં  અને આવી અન્ય ભાગીદારી વિકસાવતાં રોમાંચ અનુભવીએ છીએ અને તે અમને સ્વચ્છ એનર્જીની ભારતની લાંબા ગાળાની જરૂરિયાત સંતોષવામાં મહત્વની ભૂમિકા ચાલુ રાખવાનુ અમારા માટે શક્ય બનાવશે.”

રોડ માર્ગે એલએનજીના પરિવહન અને વિતરણમાં સલામત અને ભરોસાપાત્ર માર્કેટ લીડર તરીકે આઈનોક્સ  વિશ્વના ગેસ ગ્રાહકોની કસ્ટમાઈઝ જરૂરિયાત માટે નવતર અને ભવિષ્યલક્ષી ઉપાયો  માટે જાણીતુ છે. વર્ષ 2010માં જનરલ મોટર્સના હાલોલ પ્લાન્ટ ખાતે નાના પાયે એલએનજી ઈન્સ્ટોલેશનની સ્થાપના કર્યા પછી ઓઈનોક્સે ગોએલએનજી બ્રાન્ડ હેઠળ દેશભરમાં આવી 35 સુવિધાઓ ઉભી કરી છે, અને એલએનજીનો ઉર્જાના  સ્વચ્છ અને પર્યાવરણલક્ષી સ્ત્રોત તરીકે પ્રસાર કરે છે. આઈનોક્સનાં ગો એલએનજી ટ્રાન્સપોર્ટ ટેન્કર્સે સાથે મળીને 6.5 મિલિયન કિ.મી.નુ અંતર કાપીને  તેના દેશમાં પથરાયેલા ગ્રાહકોને 100,000 મે.ટનથી વધુ ગેસનુ વિતરણ કર્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers