Western Times News

Gujarati News

કપડવંજ તાલુકાના હીરાપુર ગામે આરોગ્ય શિબિર યોજાઈ

કપડવંજ તાલુકાના હીરાપુર ગામે તાજેતરમાં આરોગ્ય શિબિર નું આયોજન દ્રષ્ટિ ડોન બોસ્કો કપડવંજ ધ્વારા કરવામાં આવ્યું હતું તેમાં કુલ ૧૧૫ લાભાર્થીએ લાભ લીધો જેમાં ૪૭ ભાઈઓ અને ૬૮ બહેનોએ લાભ લીધો હતો એમ.બી.બી.એસ ડૉ ભાસ્કર દવે ધ્વારા દર્દીઓને તપાસી ને સંસ્થા દ્વારા મફત દવા આપવામાં આવી હતી.

કેમ્પ દરમિયાન ગામના લોકોને ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરની ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત ગામની ૧૪ કિશોરીઓને આરોગ્ય અને સ્વચ્છતા વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ ગામની સગર્ભા અને ધાત્રી બહેનોને રસીકરણ અને પોષક આહાર વિશે વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી ગામની પ્રાથમિક શાળા તરફથી પૂરતો સહયોગ મળ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.