Western Times News

Gujarati News

એપીએમસીની શાકભાજી અને ફ્રૂટ માર્કેટ ગુરુવાર અને રવિવારે બંધ રહેશે

પ્રતિકાત્મક

અમદાવાદ, રાજ્યમાં કોરોના વાઇરસનો ફેલાવો જે રીતે વધી રહ્યો છે એને જોતાં એપીએમસીની શાકભાજી અને ફ્રૂટ માર્કેટ અસોસિએશનના વેપારીઓએ માર્કેટ સ્વચ્છ અને જંતુરહિત રહે એ માટે સાફસફાઈ કરવાનો નિર્ણય કર્યો છે અને એને માટે ગુરુવાર અને રવિવાર એમ બે દિવસ માર્કેટ બંધ રાખવામાં આવશે એવું ફ્રૂટ માર્કેટના ડિરેક્ટરે જણાવ્યું હતું.

કોરોના વાઇરસની સામે લડત ચલાવવા માટે અસોસિએશને ઉક્ત નિર્ણય લીધો છે. ફ્રૂટ માર્કેટના ડિરેક્ટર સંજય પાનસરેએ કહ્યું હતું કે અમે બુધવાર રાત્રે ૧૧થી ગુરુવારની રાતના ૧૧ વાગ્યા સુધી તેમ જ શનિવારે રાત્રે ૧૧થી રવિવારે રાતના ૧૧ વાગ્યા સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. માર્કેટમાં આવતા ગ્રાહકોની સંખ્યા ઓછી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એની સામે એ જ ગ્રાહકોને શાકભાજી અને ફ્રૂટની હોમ ડિલિવરી કરવામાં આવે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમે તમામ વેપારીઓને સ્વચ્છતા રાખવાની તાકીદ કરી છે. પોતાની અને પોતાના કામગારોની કાળજી કરો અને દુકાનો અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખો તેમ જ એપીએમસીને સાફસફાઈ કરવા માટે સહકાર આપવા માટે પણ જણાવ્યું છે
એપીએમસીમાં ભારે પ્રમાણમાં ભીડ થતી હોવાને કારણે ગેટ પર સૅનિટાઇઝર અને ટેમ્પરેચર ગનની સુવિધા ઉપલબ્ધ કરીને માર્કેટમાં આવનારા માણસની તપાસ કરવા જેવાં પગલાં પણ એપીએમસીએ લીધાં છે. કોરોના વાઇરસને માત કરવા માટે જનસંપર્ક ઓછો કરવાની વિનંતી પણ અસોસિએશને કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.