Western Times News

Gujarati News

ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી હવે ૧૬૯

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વધુ કેટલાક કેસો સપાટી પર આવતા હવે કેસોની સંખ્યા વધીને ૧૬૯ સુધી પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. હવે રેલવે દ્વારા વધુ ૮૪ ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૫૫ સુધી પહોંચી ગઇ છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી રહ્યા છે.

ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે કુલ ત્રણ લોકોના મોત થયા છે. કોરોના વાયરસના ફેલાવા વચ્ચે ટીએમસી દ્વારા મિડિયા બ્રિફિંગની બેઠકોને મોકુફ કરી દીધી છે. મહારાષ્ટ્‌માં કુલ કેસોની સંખ્યા વધીને ૪૫ ઉપર પહોંચી ગઇ છે. દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કુલ કોલેજા, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. હોસ્પિટલમાં  પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. દેશના અન્ય રાજ્યો પહેલાથી શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાના નિર્ણય કરી ચુક્યા છે.કોરોનાના કહેરે હવે શ્રદ્ધાળુઓમાં પણ દહેશત ફેલાવી દીધી છે.

મુંબઈના લોકપ્રિય સિદ્ધિ વિનાયક મંદીરને આગામી આદેશ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિર હવે ક્યારે ખુલશે તે સંદર્ભમાં મોડેથી સૂચના જારી કરવામાં આવશે. આ મંદિર ભારેભરચક વાળા વિસ્તારમાં આવે છે. આવી સ્થિતિમાં કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઇને નિર્ણય લેવાયો છે. મુંબઈ પોલીસે પહેલાથી જ કલમ ૧૪૪ લાગૂ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની વાત કરવામાં આવે તો પુણેમાં સૌથી વધુ કેસો સપાટી પર આવ્યા છે.કોરોના વાયરસનો સામનો કરવા માટે દિલ્હીમાં એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. હવે કોઇપણ પ્રકારના કાર્યક્રમ, પ્રદર્શનમાં ૫૦થી વધુ લોકો એકત્રિત થઇ શકશે નહીં. પહેલા આ સંખ્યા ૨૦૦ રાખવામાં આવી હતી.

અલબત્ત લગ્ન પ્રસંગને રાહત આપવામાં આવી છે. જીમ, નાઇટ ક્લબ, સ્પાને પણ ૩૧મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ભારતમાં તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. ઘણા પ્રવાસી સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે. ચાર કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ૧૭ રાજ્યો કોરોનાના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોનાના સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

જ્યાં કેસોની સંખ્યા વધીને ૪૫ ઉપર પહોંચી ચુકી છે. ભારતમાં ૨૫ વિદેશી લોકો પણ કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધારે પગલા લેવામાં આવી રહ્યા છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસ થયા બાદ ૧૪ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ભારતમાં કોરોનાના કારણે ત્રણેના મોત થયા છે. કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને જુદા જુદા રાજ્યોમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોના કેસોની સંખ્યામાં અવિરત વધારો થઇ રહ્યો છે. ભારતમાં પણ ચિંતાનુ મોજુ સામાન્ય લોકોમાં જાવા મળી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.